શોધખોળ કરો

30 વર્ષ પછી આવતીકાલે અધિક માસ અને સોમવતી અમાવસ્યાનો મહાસંયોગ: જાણો પૂજા અને 5 મહાઉપાયો

somvati amavasya 2026 date: જુલાઈ 1996 પછી આ વર્ષે 15 જૂને સોમવતી અમાવસ્યા અને અધિક માસ એકસાથે આવતા 'સોનામાં સુગંધ ભળી' છે, આ દિવસે પિતૃદોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવા કરો આ ખાસ ઉપાયો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 15 જૂન 2026, 30 વર્ષે અધિક માસ સોમવતી અમાવસ્યા.
  • સર્વાર્થ, અમૃત સિદ્ધિ યોગો, ગ્રહોની મજબૂત સ્થિતિ રહેશે.
  • રાહુ-કેતુ શાંતિ, સૌભાગ્ય માટે દુર્ગા પૂજા, પીપળ પ્રદક્ષિણા.
  • કાલસર્પ દોષ નિવારણ, માનસિક શાંતિ માટે શિવ પૂજન.

somvati amavasya 2026 date: 15 જૂન 2026 નો દિવસ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ ખાસ અને પવિત્ર રહેવાનો છે. 30 વર્ષના લાંબા સમયગાળા બાદ એક એવો અદભુત સંયોગ બની રહ્યો છે, જ્યારે અધિક માસની અમાવસ્યા સોમવારના દિવસે આવી રહી છે. છેલ્લે આવો રૂડો સંયોગ જુલાઈ 1996 માં જોવા મળ્યો હતો. હિન્દુ ધર્મમાં અધિક માસ શ્રીહરિ વિષ્ણુને અને સોમવતી અમાવસ્યા ભગવાન શિવ તેમજ પિતૃઓને સમર્પિત છે. એટલે આ વખતની અમાવસ્યા તો જાણે "સોનામાં સુગંધ ભળે" તેવી અત્યંત ફળદાયી બની ગઈ છે. આ દિવસે કરવામાં આવતા જપ, તપ, દાન અને પૂજા-પાઠનું અનેકગણું પુણ્ય મળે છે અને વ્યક્તિ સાંસારિક મોહમાયાના બંધનોમાંથી મુક્ત થઈને સુખ-શાંતિ પામે છે.

સોમવતી અમાવસ્યા પર બની રહ્યા છે આ અદભુત યોગ

પંચાંગ મુજબ, 15 જૂને સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા અત્યંત શુભ યોગો બની રહ્યા છે. આ સમયગાળામાં શરૂ કરેલું કોઈપણ કાર્ય 100 ટકા સફળ થાય છે. એટલું જ નહીં, ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ મજબૂત છે. આ દિવસે ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં, બુધ મિથુનમાં, ગુરુ કર્કમાં અને મંગળ મેષ રાશિમાં બિરાજમાન રહેશે. જેનાથી પૂજા-પાઠ કરનારાઓને ગ્રહોના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે.

જીવનની પરેશાનીઓ દૂર કરવા કરો આ મહાઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસને કેટલાક ખાસ ઉપાયો માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે. આ દિવસે કરવામાં આવતા નાના પણ સચોટ ઉપાયો તમારા જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકે છે:

રાહુ-કેતુની શાંતિ માટે: આ દિવસે માતા દુર્ગાની પૂજા કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવોમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં માતા દુર્ગાને છાયા સ્વરૂપના પ્રમુખ દેવતા ગણવામાં આવ્યા છે. તેમની આરાધનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

આ પણ વાંચોઃ 22 જૂને સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ: આ વર્ષે 56 દિવસ જ વરસી શકે છે વરસાદ, જાણો કયા મહિનામાં કેટલો?

અખંડ સૌભાગ્ય માટે: પરણિત મહિલાઓએ પોતાના પતિ અને પરિવારના સુખ-સમૃદ્ધિ તેમજ દીર્ઘાયુ માટે આ દિવસે પીપળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી કૌટુંબિક સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.

કાલસર્પ દોષમાંથી મુક્તિ: જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ હોય, તેમને નોકરી, ધંધા કે લગ્નજીવનમાં અનેક અડચણો આવતી હોય છે. તેમને ડરામણા સપના કે સાપ દેખાવાની સમસ્યાઓ રહેતી હોય છે. આવા લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક ખાસ કરાવવો જોઈએ. આ દિવસે રુદ્રાભિષેક કરાવવો અત્યંત ફળદાયી મનાય છે.

માનસિક શાંતિ અને સંતુલન મેળવવા: અમાવસ્યાના દિવસે આકાશમાં ચંદ્ર દેખાતો નથી અને જ્યોતિષમાં ચંદ્રને મન અને લાગણીઓનો કારક માનવામાં આવે છે. મનને શાંત અને સંતુલિત રાખવા માટે આ દિવસે ભગવાન શિવને ચોખા, ખાંડ, દૂધ કે અન્ય સફેદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. આનાથી જીવનમાં સકારાત્મકતા આવે છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. કોઈપણ ઉપાય અપનાવતા પહેલા તમારા જ્યોતિષ કે વિષય નિષ્ણાતની સલાહ ચોક્કસ લેવી.

આ પણ વાંચોઃ શુક્ર-શનિની મહાયુતિથી બન્યો દ્વિ-સપ્તામસ યોગ, આજથી આ 4 રાશિઓનું ભાગ્ય ચમકશે!

Frequently Asked Questions

સોમવતી અમાવસ્યા 2026 ક્યારે છે અને તે શા માટે ખાસ છે?

સોમવતી અમાવસ્યા 15 જૂન 2026 ના રોજ છે. 30 વર્ષ પછી અધિક માસની અમાવસ્યા સોમવારે આવી રહી છે, જે તેને અત્યંત પવિત્ર અને ફળદાયી બનાવે છે.

સોમવતી અમાવસ્યાના દિવસે પૂજા-પાઠ કરવાના શું લાભ છે?

આ દિવસે કરાતા જપ, તપ, દાન અને પૂજા-પાઠનું અનેકગણું પુણ્ય મળે છે. તેનાથી વ્યક્તિ સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈ સુખ-શાંતિ પામે છે.

સોમવતી અમાવસ્યા 2026 ના દિવસે કયા શુભ યોગો બની રહ્યા છે?

15 જૂને સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ જેવા અત્યંત શુભ યોગો બની રહ્યા છે. આ સમયગાળામાં શરૂ કરાયેલું કોઈપણ કાર્ય 100 ટકા સફળ થાય છે.

કાલસર્પ દોષમાંથી મુક્તિ માટે સોમવતી અમાવસ્યા પર શું ઉપાય કરવો જોઈએ?

જેમને કાલસર્પ દોષ હોય, તેમણે આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક ખાસ કરાવવો જોઈએ. આ ઉપાય અત્યંત ફળદાયી મનાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
12 ઓગસ્ટે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ: 4 રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી પડશે
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget