Nag Panchmi: નાગ પંચમીએ નાગદેવતાની પૂજાની પરંપરાએ અંઘશ્રદ્ધા છે કે શ્રદ્ધા? જાણો શું કહે છે ધર્મવિદ
4 સપ્ટેમ્બરે એટલે કે આવતી કાલે નાગપંચમી છે. આપણા દેશમાં વર્ષોથી ગાયમાતાની જેમ નાગદેવતાની પણ પૂજા થાય છે. શું છે આ પરંપારનું મહત્વ જાણીએ..
Nag Panchmi:પ્રાચીનકાળથી ભારતમાં નાગ પંચમી મનાવાય છે અને નાગદેવતાની પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો તેને અંઘશ્રદ્ધા માને છે પરંતુ આ પરંપરા પાછળ ઘર્મ અને આસ્થા છે. આ પરંપરાનો તર્ક જાણ્યા વિના તેને અંધશ્રદ્ધા કહેવી તે અધાર્મિક છે.
આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના જાણીતા ધર્મવિદ ચેતન પટેલે જણાવ્યું કે, ભારતમાં પૂર્વ કાળથી નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે નાગ પંચમીના રોજ ભક્તો દ્વારા નાગનું પૂજન કરવામાં આવે છે અને પોતાનું અને પોતાના પરિવારનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે
સમગ્ર ભારતમાં નાગદેવતાને અમુક પ્રદેશમાં કે માલધારી સમાજમાં ગોગા મહારાજ તરીકે પણ પૂજવામાં આવે છે,ગુજરાતમાં ગોગા મહારાજનું પૂજન મોટે ભાગે માલધારી સમાજના ભકતો કરતા હોય છે, ભારતમાં નાગદેવતામાં માનનારા ભક્તોની સંખ્યા ઓછી નથી અને કેમ ના હોય ? હિન્દુ ધર્મમાં નાગનું વિશેષ મહત્વ છે.
હિન્દુ ધર્મમાં નાગનો વિશેષ મહિમા છે
ભગવાન શિવના ગળામાં વાસુકી નાગ બિરાજે છે, જ્યારે સંસારના કલ્યાણ માટે સમુદ્ર મંથન થયું હતું તેમાં પણ મથની તરીકે વાસુકી નાગનો જ ઉપયોગ થયો હતો. ભારતના તમામ શિવાલયોમાં શિવલિંગ પર પણ નાગ રાખી નાગ પૂજા કરાય છે, આ સિવાય અનેક પ્રાચીન મંદિરોમાં નાગની પૂજા થાય છે.ભગવાન વિષ્ણુ પણ શેષ નાગની શૈયા પર ક્ષીર સાગરમાં આરામ કરે છે આમ ભગવાન વિષ્ણુ એ પણ નાગને મહત્વ આપ્યું છે, હિન્દુ સનાતન ધર્મમાં નાગ દેવતાને રક્ષણના પ્રતીક માનવામાં આવે છે.
પ્રાચીન કાળના અવશેષો પણ નાગદેવતાની પૂજાના પુરાવા આપે છે તેમાં પણ નાગ પૂજા પ્રદર્શિત થાય છે . હજારો લાખો લોકોના અનુભવ છે કે, નાગદેવતાએ તેમનું રક્ષણ કર્યું છે. તેમના આશીર્વાદથથી મનોકામનાની પૂર્તિ થઇ હોય. આ તથ્યો બાદ પણ નાગપૂજનને અંધશ્રદ્ધા કહેવી એ બિલકુલ ખોટું અને પાયાવિહોણું છે.નાગ દેવતાને શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા પણ કહેવાય છે.માલધારી સમાજ તેને આસ્થાથી પૂજે છે અને નાગદેવતાએ તેમની કામનાની પૂર્તિ કરી હોય અને રક્ષા કરી હોય તેવા અનેક પરચા પણ છે.
લેખક-ધર્મવિદ- ચેતન પટેલ