(Source: ECI/ABP News/ABP Majha)
Navratri vrat recipes: નવરાત્રીના ઉપવાસમાં સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ફરસાણ કરો ટ્રાય, જાણો ફરાળી ડિશની રેસિપી
નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે.
Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.
મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે.
બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારા
બટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરો
- બટાકા - 4 થી 5 નંગ
- ફુદીનો પાવડર - 1 ચમચી
- જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાં
- ઘઉંનો લોટ - 2 ચમચી
- મીઠું સ્વાદ અનુસાર,
- તેલ - તળવા માટે
રેસીપી
- સૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.
- હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.
- તેના પર કોળુંના લોટને છાંટીને તેને ગરમ તેલમાં તળી લો, તેને ડીપ ફ્રાય કરો. અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.
- હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.
આ પણ વાંચો
ક્રિકેટ વર્લ્ડકપને કારણે સુરતના કાપડના વેપારીઓને થયો ફાયદો, જાણો કેવી રીતે
.