Navratri Recipe: નવરાત્રીના ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ દહીં આલૂ સહિતની આ ફળાહાર વાનગી
નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક સોલ્ટ ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ આ સ્વાદિષ્ટ વાનગીઓ
Navratri Vrat Recipes: નવરાત્રીને હવે ગણતરીના દિવસોની વાર છે. ત્યારે એવા ઘણા લોકો છે જેઓ આ સમયગાળા દરમિયાન 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. આમાંના કેટલાક લોકો માત્ર ફળો જ ખાય છે, પરંતુ જે લોકો ઉપવાસ દરમિયાન ફળો ઉપરાંત રોક સોલ્ટ ખાય છે તેમના માટે અમે લાવ્યા છીએ આ સ્વાદિષ્ટ વાનગીઓ જેને તમે લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકો છો.
વ્રતવાલે દહીં આલૂ
બટાટા એક એવું શાક છે જે નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. બટાકામાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. તમે ઉપવાસ દરમિયાન ઘણી વખત બટાકાની કઢી ખાધી હશે. પરંતુ આ વખતે જ્યારે પણ તમે ઉપવાસ રાખો છો તો દહીંમાં બનેલી આ બટાકાની વાનગી અવશય અવશ્ય ટ્રાય કરો. જાડા દહીંની ગ્રેવીમાં બાફેલા બટેટા ઉમેરીને આ વ્ય્જંન તૈયાર કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આલૂ રસેદાર વ્રતવાલે દહીં આલૂ પણ બનાવી શકો છો.
સિંગોળાના લોટના સમોસા
સમોસા ચા સાથે મનપસંદ નાસ્તો છે પરંતુ ઉપવાસ દરમિયાન સમોસા ખાઈ શકતા નથી પરંતુ અમે તમારા માટે આ સમસ્યા થોડી સરળ બનાવીએ છીએ. ઉપવાસ દરમિયાન ખાવાના બહુ ઓછા વિકલ્પો હોય છે, પરંતુ તમે આ વખતે નવરાત્રિમાં સિંગોળાના લોટમાંથી બનેલા સમોસ ખાઇ શકો છો. જેની રેસિપી આપને સરતથી યૂટ્યુપ પર મળી જશે.
કાકડીના પકોડા
નવરાત્રિ દરમિયાન ખાવા માટે બહુ ઓછા વિકલ્પો છે, તે સમય માટે તે એક ઉત્તમ વિકલ્પ છે. કાકડીના પકોડા. આપ સિંગોળાના લોટમાંથી કાકડી મિક્સ કરીને તેમાં મસાલો ઉમેરીને ખીરૂ તૈયાર કરી શકો છો. આ ખીરૂમાંથી પકોડા તૈયાર કરો અને ડીપ ફ્રાય કરી લો.
કુટ્ટુના લોટની પુરી
આપ કુટ્ટુનો લોટમાં મરી, નમક,મિકસ કરીને લોટ બાંધી દો. તેની ક્રસ્પી પુરી તૈયાર કરો.વ્રતમાં દહી સાથે અથવા તો બટાટાની સૂકી ભાજી સાથે આપ આ પુરી ખાઇ શકો છો. આ ઉપરાંત આપ ફરાળી ભેળ, ફરાળી ખીચડી, સાંબાની અથવા સાબુદાણાની ખીર,રાજગરાનો સીરો, રાજગરાની પુરી, શક્કરિયાનો સીરો., બટાટા દહીં વગેરે સ્વાદિષ્ટ ડિશ સહિતની ડિશ ટ્રાય કરી શકો છો.