Diwali 2022: ધનતેરસના દિવસે અમદાવાદમાં 2 હજાર કાર વેંચાઈ, ટૂ વ્હિલરનો આંકડો જાણીને ચોંકી જશો
Diwali 2022: નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ઓટોમોબાઇલ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે. પાછલા બે વર્ષથી ઓટોમોબાઇલ સેક્ટરમાં કોરોનાના કારણે મોટી અસર જોવા મળી હતી પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બની છે
Diwali 2022: નવરાત્રી અને દિવાળીના તહેવાર દરમિયાન ઓટોમોબાઇલ ક્ષેત્રે તેજી જોવા મળી રહી છે. પાછલા બે વર્ષથી ઓટોમોબાઇલ સેક્ટરમાં કોરોનાના કારણે મોટી અસર જોવા મળી હતી પરંતુ હવે પરિસ્થિતિ સામાન્ય બની છે ત્યારે વાહનોની ખરીદી માટે લોકો આગળ આવી રહ્યા છે. તહેવાર અને તેમાય ખાસ ધનતેરસ અને દિવાળીના તહેવાર દરમિયાન લોકો વાહનો અને સોનુ ખરીદવાને પ્રાધાન્ય આપતા હોય છે. જેને લઇને ટુ વ્હીલર અને ફોર વ્હીલરના શોરૂમ પર મોટા પ્રમાણમાં આજે વાહનોની ડિલિવરી થઈ છે.
FADA એટલે કે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર એસોસિએશન અને ટુ વ્હીલર ડીલર એસોસિએશનના અંદાજ પ્રમાણે આજના ધનતેરસના દિવસે અમદાવાદમાં 2 હજાર ફોર વ્હિલર અને 5400 જેટલા ટુ-વ્હીલર વાહનોની ડિલિવરી થવાની છે. ગત વર્ષની સરખામણીએ ટુ વ્હીલરના વેચાણમાં 28%નો વધારો, ટુ વ્હીલરના વેચાણમાં 20 %નો વધારો નોંધાયો છે. ટુ વ્હિલરના ભાવમાં 35% સુધીનો જ્યારે ફોર વ્હીલરના ભાવમાં 20 % સુધીનો વધારો નોંધાયો છે. તો બીજી તરફ નવરાત્રીથી એટલે કે 26 ઑક્ટોબરથી શરૂઆત કરી દશેરા દિવસ સુધી 11,200 જેટલા ટુવ્હિલર અને 3800 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું હતું. આજના દિવસે વાજતે ગાસ્તે વાહનોની ડિલિવરી કરવામાં આવી.
આગામી મહિને લોન્ચ થઈ રહી છે જીપની આ SUV
SUV ઉત્પાદક જીપ તેના જબરદસ્ત સ્પોર્ટી દેખાવ અને શક્તિશાળી વાહનો માટે જાણીતી છે. તે આવતા મહિને ભારતમાં નવી ગ્રાન્ડ ચેરોકી એસયુવી લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. આ SUV ભારતમાં જ એસેમ્બલ કરવામાં આવશે. આવો અમે તમને જણાવીએ કે આ SUVમાં શું ખાસ હશે.
ડિઝાઇન
આ કારના દેખાવ અને ડિઝાઇન વિશે વાત કરીએ તો SUV ગ્રાન્ડ ચેરોકી એલ કરતા 294 મીમી નાની છે અને ઈન્ટીરિયમાં નાના ફેરફારો સિવાય બધું સમાન રહે છે. બીજી તરફ, SUVને પાછળની બાજુએ શાર્પ ડિઝાઇન, 7-બોક્સ ગ્રિલ-શટર, એર કર્ટેન્સ સાથે રિડિઝાઇન કરાયેલ પાછળનો પિલર, છતની રેલ, બ્લેક-આઉટ બી-પિલર્સ, ORVM અને 17/20-ઇંચ વ્હીલ્સ મળી શકે છે.
એન્જિન
ફીચર્સ
નવી ગ્રાન્ડ ચેરોકી એસયુવીનું ઈન્ટિરિયર પણ ગ્રાન્ડ ચેરોકી એલ જેવું જ રાખવામાં આવ્યું છે. આ કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે 10.1 ઈંચની સેન્ટ્રલ ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. કારનું સીટિંગ લેઆઉટ બે-રો કેબિન, મેકિન્ટોશ ઓડિયો સિસ્ટમ, લેધર અપહોલ્સ્ટરી અને થ્રી-સ્પોક મલ્ટિફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ સાથે પાંચ સીટર છે.
કિંમત
યુએસમાં 2022 ગ્રાન્ડ ચેરોકી એસયુવીની પ્રારંભિક કિંમત $35,000 (લગભગ 26 લાખ રૂપિયા) રાખી શકાય છે. ભારતમાં તેની કિંમતમાં થોડો વધારો જોવા મળી શકે છે.
હવે સ્કૂટરમાં પણ આવશે એરબેગ
દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. આ માટે વાહનોમાં સેફ્ટી ફીચર્સ સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. આ સાથે સરકાર દ્વારા નિયમોને વધુ કડક કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ તમામ કારમાં ઓછામાં ઓછી 6 એરબેગ્સ આપવાનો નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે. પરંતુ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા મોટા ભાગના લોકો ટુ-વ્હીલર ડ્રાઇવરો છે, અને આને ધ્યાનમાં રાખીને ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ટુ-વ્હીલરની સુરક્ષા માટે ટૂંક સમયમાં એરબેગ્સ સાથેનું પોતાનું સ્કૂટર લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીએ તાજેતરમાં સ્કૂટરમાં આ ફીચરને પેટન્ટ કરાવવા માટે અરજી કરી છે.