શોધખોળ કરો

હવે ડીલરો સુધી પહોંચી દેશની સૌથી સસ્તી 7-સીટર MPV,મળે છે 6 એરબેગ્સ, જાણો ફીચર્સ અને કિંમત

Auto News: રેનો ઇન્ડિયાની નવી 7-સીટર ટ્રાઇબરને દેશની સૌથી સસ્તી 7-સીટર MPV માનવામાં આવે છે, જેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 6.30 લાખ રૂપિયા છે. 2019 પછી આ પહેલું મોટું અપડેટ છે, જે કંપનીએ આ મોડેલમાં આપ્યું છે.

Renault Triber 2025 ફેસલિફ્ટ હવે ભારતમાં ડીલરો સુધી પહોંચી ગઈ છે અને તેની શરૂઆતની કિંમત 6.30 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. તે અત્યાર સુધીની સૌથી સસ્તી 7-સીટર MPV છે અને 2019 પછી પહેલી વાર તેમાં એક મોટું અપડેટ લાવવામાં આવ્યું છે. નવી Triber ચાર ટ્રીમમાં લોન્ચ કરવામાં આવી છે - ઓથેન્ટિક, ઇવોલ્યુશન, ટેક્નો અને ઇમોશન. તેનો ટેસ્ટ ડ્રાઇવ ડીલરશીપ પર પણ ઉપલબ્ધ છે.

કેવુ હશે એક્સટિરિયર?

2025 Renault Triber ના Emotion વેરિઅન્ટમાં ઘણી નવી અને આકર્ષક બાહ્ય સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં ઇન્ટિગ્રેટેડ LED DRL અને ફોગ લેમ્પ્સ છે, જે તેને આગળથી એક શાનદાર દેખાવ આપે છે. તેમાં હવે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ છે, પરંતુ ઈન્ડીરકેટર હજુ પણ હેલોજન પ્રકારના છે. ફ્રન્ટ બમ્પર અને ગ્રિલ નવી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યા છે અને એક નવો Renault લોગો પણ શામેલ કરવામાં આવ્યો છે. તેમાં ડ્યુઅલ-ટોન વ્હીલ કવર મળે છે જે એલોય વ્હીલ્સ જેવા દેખાય છે, સાથે વ્હીલ આર્ચ ક્લેડીંગ, બ્લેક ડોર હેન્ડલ્સ અને રૂફ રેલ્સ પણ છે જેની લોડ ક્ષમતા 50 કિલો છે. પાછળના ભાગમાં, LED ટેલ લેમ્પ્સ, રીઅર ડિફોગર, વાઇપર અને વોશર ઉપલબ્ધ છે.

ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર
ટ્રાઇબરના ઇમોશન વેરિઅન્ટમાં ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર છે, જે તેને અંદરથી પ્રીમિયમ ફીલ આપે છે. તેમાં 8-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. આ બંને વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, તેમાં ક્રોમ ફિનિશ્ડ એસી નોબ્સ, એલઇડી કેબિન લાઇટ્સ, સ્માર્ટ એક્સેસ કાર્ડ અને સ્ટાર્ટ-સ્ટોપ બટન પણ છે. કારમાં કૂલ્ડ ગ્લોવ બોક્સ, સેન્ટર કન્સોલ, ડ્રાઇવર માટે આર્મરેસ્ટ અને બીજી અને ત્રીજી હરોળ માટે એસી વેન્ટ્સ પણ છે. કારની સીટો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમે તેમને 100 થી વધુ રીતે ગોઠવી શકો છો.

સેફ્ટી ફીચર્સ
તમને જણાવી દઈએ કે નવા ટ્રાઇબરમાં હવે પહેલા કરતાં વધુ સેફ્ટી ફીચર્સ છે. 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ટ્રેક્શન કંટ્રોલ જેવી સિસ્ટમ્સ તેમાં સ્ટાન્ડર્ડ છે. આ ઉપરાંત, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રીઅર પાર્કિંગ સેન્સર્સ, બ્રેક આસિસ્ટ સાથે ABS અને EBD જેવા ફીચર્સ પણ બધા વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ઈમોશન વેરિઅન્ટમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ, 'ફોલો મી હોમ' હેડલેમ્પ્સ અને 'ટેક અ બ્રેક' રિમાઇન્ડર જેવા ફીચર્સ પણ છે.

એન્જિન અને ટ્રાન્સમિશન
ટ્રાઈબર ફેસલિફ્ટમાં 1.0-લિટર નેચરલી એસ્પિરેટેડ, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 72PS પાવર અને 96Nm ટોર્ક આપે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ છે અને ઈમોશન વેરિઅન્ટમાં 5-સ્પીડ AMTનો વિકલ્પ પણ મળે છે. જો તમને CNG જોઈએ છે, તો તેની સુવિધા ડીલર સ્તરે પણ ઉપલબ્ધ છે, જેની કિંમત લગભગ 80,000 રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
1.5 લાખ ડાઉન પેમેન્ટ ભરવા પર કેટલો આવશે Tiago EV નો હપ્તો, જાણીલો સંપૂર્ણ વિગત
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹15,000 ની EMI પર Brezza ખરીદવી છે? જાણો કેટલું કરવું પડશે ડાઉન પેમેન્ટ!
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
₹30 થી ઓછા ખર્ચમાં 128 km ચાલશે આ સ્કૂટર! જાણો Hero Vida VX2 GO ના ફિચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ
5.75 લાખ રૂપિયાની બાઇક, 3 મિનિટમાં જ SOLD OUT, જાણો દમદાર ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget