શોધખોળ કરો

પેટ્રોલનું ટેન્શન ખતમ, ફક્ત 44 હજાર રુપિયાથી શરૂ થાય છે આ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ,જાણો તમામ વિગતો

Affordable Electric Scooter: અહીં અમે તમને બજેટ-ફ્રેંડલી ઇલેક્ટ્રિક સ્કૂટર્સ વિશે જણાવવા જઈ છીએ. તમે તમારા બજેટ, રેન્જ અને ફીચર્સની જરુરિયાતના આધારે આ યાદીમાંથી સ્કૂટર પસંદ કરી શકો છો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પેટ્રોલ મોંઘું થતાં સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટરની માંગ વધી.
  • Hero Vida VX2 ₹44,990 માં 140km રેન્જ આપે છે.
  • TVS iQube ₹60,000 થી શરૂ, 100-200km રેન્જ.
  • Ather Rizta ₹76,000 માં સ્માર્ટ ફીચર્સ, ફાસ્ટ ચાર્જિંગ.

Affordable Electric Scooter: આજના સમયમાં પેટ્રોલની કિંમતો સતત વધી રહી છે, તેથી લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર તરફ ઝડપથી શિફ્ટ થઈ રહ્યા છે. બજારમાં એવા કેટલાય સસ્તા ઈલેક્ટ્રિક સ્કૂટર છે, જે ઓછી કિંમતમાં સારી રેન્જ, ઓછો ખર્ચ અને સરળ મેન્ટેનન્સ સાથે આવે છે. આ જ કારણ છે કે બજેટ સેગમેન્ટના ઈલેક્ટ્રિક સ્કૂટર ખાસ કરીને શહેરો અને નાના નગરોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. સરળ ભાષામાં કહીએ તો, ભારતમાં હવે 45 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીના બજેટમાં પણ ઘણા સારા ઈલેક્ટ્રિક સ્કૂટર મળી જાય છે. ચાલો તેમના વિશે જાણી લઈએ.

Hero Vida VX2

આ લિસ્ટમાં પહેલું નામ Hero MotoCorp ના Hero Vida VX2 નું છે. તેને ઘણું કિફાયતી માનવામાં આવે છે. તેની કિંમત ઓછી રાખવા માટે કંપની બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) જેવો વિકલ્પ પણ આપે છે, જેનાથી તમે સ્કૂટર સસ્તું ખરીદી શકો છો અને બેટરીનું અલગથી સબ્સ્ક્રિપ્શન લઈ શકો છો. તેમાં રિમૂવેબલ બેટરી મળે છે, એટલે કે તમે બેટરીને ઘરે લઈ જઈને ચાર્જ કરી શકો છો. સ્કૂટરની રેન્જ લગભગ 140 કિલોમીટર સુધીની છે, જે રોજિંદા વપરાશ માટે પૂરતી છે. આ સ્કૂટરની કિંમત 44 હજાર 990 રૂપિયા છે.

TVS iQube

આ સિવાય TVS કંપનીનું TVS iQube પણ એક ભરોસાપાત્ર વિકલ્પ છે. આ સ્કૂટર થોડું મોંઘું ચોક્કસ છે, પરંતુ તે ક્વોલિટી, સર્વિસ નેટવર્ક અને સ્મૂધ રાઈડિંગ માટે જાણીતું છે. તેમાં તમને આશરે 100 થી 200 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતા અલગ-અલગ વેરિઅન્ટ મળી જાય છે, જેનાથી તે રોજીંદા વપરાશ માટે ઘણું સારું બની જાય છે. તેની શરૂઆતી કિંમત બેટરી પ્લાન સાથે 60 હજાર રૂપિયા એક્સ-શોરૂમ છે.

Ather Rizta

જો તમે થોડો પ્રીમિયમ અનુભવ ઈચ્છો છો, તો Ather Energy નું સ્કૂટર Ather Rizta પણ સારો ઓપ્શન છે. કંપનીના સ્કૂટર એડવાન્સ ટેકનોલોજી, સ્માર્ટ ફીચર્સ અને બહેતર પરફોર્મન્સ માટે જાણીતા છે. તેની કિંમત 76 હજાર રૂપિયા એક્સ-શોરૂમ છે. સ્કૂટરમાં બહેતર સોફ્ટવેર, ફાસ્ટ ચાર્જિંગ અને કનેક્ટેડ ફીચર્સ મળે છે.

આ સ્કૂટર્સ પણ શ્રેષ્ઠ વિકલ્પ

આ સિવાય Bajaj Auto નું Bajaj Chetak અને Ola ના સ્કૂટર પણ આ સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સ્કૂટર મજબૂત બિલ્ડ, સારી ડિઝાઇન અને ભરોસાપાત્ર પરફોર્મન્સ સાથે આવે છે. કેટલાક એન્ટ્રી-લેવલ મોડલ 70 હજાર રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળી જાય છે, જેનાથી તે સામાન્ય લોકો માટે વધુ સરળ બની જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Embed widget