Auto Expo 2023 : કિયાએ નવી કાર્નિવલ કારને લઈ ખોલ્યા પત્તા, સામે આવ્યો શાનદાર લુક
નવા કાર્નિવલની ડિઝાઇન પહેલા કરતા વધુ બોલ્ડ છે. તે હવે વધુ આકર્ષક ફેસ સાથે MPV માફક ઓછી દેખાય છે જ્યારે વિઝ્યુઅલ બલ્ક સારી રીતે છુપાયેલ છે.
Kia Car Unveiled: કિયાએ આખરે તેની નવી કાર્નિવલ MPV પરથી પડદો ઉચક્યો છે અને ભારતમાં આ ન્યુ જનરેશનના મોડલનું અનાવરણ કર્યું છે. વર્તમાન કાર્નિવલ દેશના સ્થાનિક બજારમાં લાંબા સમયથી ધમાલ મચાવી રહી છે. હવે આ નવી પેઢીના મોડેલને તેના વર્તમાન મોડલ કરતા ઘણું મોટું હોવા ઉપરાંત ઘણી નવી સુવિધાઓ સાથે રજૂ કરવામાં આવ્યું છે.
ડિઝાઇન
નવા કાર્નિવલની ડિઝાઇન પહેલા કરતા વધુ બોલ્ડ છે. તે હવે વધુ આકર્ષક ફેસ સાથે MPV માફક ઓછી દેખાય છે જ્યારે વિઝ્યુઅલ બલ્ક સારી રીતે છુપાયેલ છે. જ્યારે 5156 મીમીની લંબાઇ ધરાવતી આ કાર ભારતની સૌથી લાંબી કારોમાંની એક છે તેમજ વર્તમાન મોડલ કરતાં પણ ઘણી મોટી છે.
કેબિન
કેબિનમાં આવતાં તે કેપ્ટન સીટો અને બહુવિધ સીટિંગ કન્ફિગરેશન્સ સાથે અંદરથી યોગ્ય જગ્યા પ્રદાન કરે છે. જ્યારે તેના ડેશબોર્ડમાં ડબલ 12.3-ઇંચ સ્ક્રીન આપવામાં આવી છે. ઉપરાંત આ મોડેલ પહેલા કરતા વધુ આરામદાયક છે.
ખાસ લક્ષણો
આ MPVમાં સ્લાઇડિંગ દરવાજા તેની આગવી ઓળખ છે. જ્યારે અંદરની બાજુએ લક્ઝરી અપહોલ્સ્ટ્રી સાથે જોવા માટે સારી જગ્યા છે. તેને સુરક્ષિત અને આરામદાયક બનાવવા માટે ADAS અને 3-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ જેવી ઘણી સુવિધાઓ આપવામાં આવી છે.
એન્જિન
નવી પેઢીનો કાર્નિવલ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલા મોટા ડીઝલ એન્જિન સાથે ચાલુ રહેશે. જ્યારે વિદેશમાં નવા કાર્નિવલને પણ મોટું પેટ્રોલ એન્જિન મળે છે.
કિંંમત
તે જે લક્ઝરી ફીચર્સ ઓફર કરશે તેને ધ્યાનમાં રાખીને આ કાર ભારતમાં યોગ્ય કિંમતે ઓફર કરવામાં આવશે. જ્યારે તે ટોયોટા વેલફાયર અને ઇનોવા હાઇક્રોસ કરતાં ઘણું વધારે છે. આથી તેની કિંમત ઇનોવા હાઇક્રોસના ટોપ એન્ડ વેરિઅન્ટની આસપાસ હોવાની અપેક્ષા રાખી શકાય છે. લાંબી અને આરામદાયક મુસાફરી માટે પ્રીમિયમ એમપીવીની સારી માંગ છે અને કાર્નિવલ તે જરૂરિયાતને પૂર્ણ કરે છે.
KIA ભારતીય બજારમાં કરશે ધમાકો, લોન્ચ કરશે બે નવી કાર, જાણો શું હશે ખાસિયત
Upcoming Cars: કાર ઉત્પાદક કંપની કિયાની કાર ભારતીય બજારમાં ઘણી વેચાય છે. કંપની દેશમાં સેલ્ટોસ, સોનેટ અને કાર્સ જેવી કારનું વેચાણ કરે છે. હવે Kia ટૂંક સમયમાં દેશમાં બે નવા મોડલ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં Kia Carnival અને Kia Seltos facelift સામેલ છે. આ બંને કાર આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે.
હાલ દેશમાં મિડ સાઇઝ એસયુવીનું થઈ રહ્યું છે ધૂમ વેચાણ
હાલમાં દેશમાં મિડ સાઈઝની એસયુવી કારનું ખૂબ વેચાણ થાય છે. આ કાર્સમાં સ્કોડા કુશક, હ્યુન્ડાઈ ક્રેટા, ટોયોટા અર્બન ક્રુઝર હાઈરાઈડર, ફોક્સવેગન ટિગન અને નવી ગ્રાન્ડ વિટારા જેવી કારનો સમાવેશ થાય છે. હવે આ સેગમેન્ટમાં Kiaના નવા વાહનો સામેલ થવા જઈ રહ્યા છે.