Auto: આવતીકાલે લૉન્ચ થશે Hyundai Creta Electric, આ છે લૂકથી લઇને ફિચર્સ સુધીની ડિટેલ્સ
Hyundai Creta Electric: આ હ્યૂન્ડાઇ ઇલેક્ટ્રિક કારના મિડ-વેરિઅન્ટમાં 42 kWh બેટરી પેક હશે, જે 390 કિમીની રેન્જ પ્રદાન કરશે. ટોપ-વેરિઅન્ટ ક્રેટા ઇલેક્ટ્રિકમાં 51.4 kWh બેટરી પેકનો વિકલ્પ પણ હશે

Hyundai Creta Electric: હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક ભારતીય બજારમાં પ્રવેશવા માટે તૈયાર છે. આ ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક સાથે આવશે. અહીં જાણો કે આ EV કેટલી રેન્જ આપશે. હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિક આ મહિને 17 જાન્યુઆરીએ ઇન્ડિયા મૉબિલિટી ગ્લૉબલ એક્સ્પૉમાં લૉન્ચ થવા જઈ રહી છે. આ નવી ઇલેક્ટ્રિક કાર બે બેટરી પેક સાથે બજારમાં પ્રવેશ કરશે.
ઇલેક્ટ્રિક કાર લૉન્ચ થતાં પહેલાં હ્યૂન્ડાઇએ તેની કારની એક ઝલક આપી છે. આ કારની કિંમત પણ 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આ હ્યૂન્ડાઇ ઇલેક્ટ્રિક કારના મિડ-વેરિઅન્ટમાં 42 kWh બેટરી પેક હશે, જે 390 કિમીની રેન્જ પ્રદાન કરશે. ટોપ-વેરિઅન્ટ ક્રેટા ઇલેક્ટ્રિકમાં 51.4 kWh બેટરી પેકનો વિકલ્પ પણ હશે. આ બેટરી પેક સાથે, આ કાર 473 કિલોમીટરની રેન્જ આપવાનો દાવો કરે છે.
હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકના ટોપ-એન્ડ વર્ઝનમાં મૉટર 171 બીએચપી પાવર ઉત્પન્ન કરે છે. આ EV 7.9 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ટોચની ગતિ સુધી પહોંચી શકે છે. હ્યૂન્ડાઇની આ ઇલેક્ટ્રિક કારમાં નવું સ્ટીયરિંગ વ્હીલ છે. આ કાર 10.25-ઇંચની ડ્યૂઅલ સ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે. હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકમાં સ્ટૉરેજ સ્પેસ કારના આગળના ભાગમાં આપવામાં આવી છે. આ કારમાં 22 લિટર ફ્રંક છે. હ્યૂન્ડાઇ ક્રેટા ઇલેક્ટ્રિકમાં સ્ટૉરેજ સ્પેસ કારના આગળના ભાગમાં આપવામાં આવી છે. આ કારમાં 22 લિટર ફ્રંક છે. આ વાહનને DC ચાર્જરથી ચાર્જ કરવામાં 80 મિનિટ લાગે છે. ૧૧ કિલોવૉટના વૉલ બૉક્સ ચાર્જર સાથે, આ કાર ચાર કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે.
આ પણ વાંચો
Hyundai Creta Electric ની પહેલી તસવીર આવી સામે, લૂક અને ફિચર્સ વિશે જાણો પુરેપુરી ડિટેલ્સ




















