Audi Q7: બોલિવૂડના આ સ્ટાર કપલે ખરીદી Audi Q7, જાણો શું છે તેમાં ખાસ !
Bipasha Basu New car: ભારતમાં, કંપની આ કારને ત્રણ વેરિઅન્ટ્સમાં વેચે છે.જેની કિંમત 84.70 લાખ રૂપિયાથી લઈને 92.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
Karan Singh Grover New Car: બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે હાલમાં જ લક્ઝરી કાર Audi Q7 કાર ખરીદી છે. જેની જાણકારી બિપાશાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. જોકે, તેણે આ કારનું કયું વેરિઅન્ટ ખરીદ્યું છે, તેની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ લાઇફસ્ટાઇલને જોતા તેમાં ટોપ એન્ડ વેરિઅન્ટ હોઈ શકે છે.
કિંમત
બિપાશા બાસુએ જે કાર ખરીદી છે તેની કિંમત એક્સ-શોરૂમ 92.30 લાખ રૂપિયા છે. ભારતમાં, કંપની આ કારને ત્રણ વેરિઅન્ટ્સમાં વેચે છે (પ્રીમિયમ પ્લસ, ટેક્નોલોજી અને મેટ્રિક્સ સાથે). જેની કિંમત 84.70 લાખ રૂપિયાથી લઈને 92.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
એન્જિન
કંપની આ લક્ઝરી SUV કારમાં 3.0l 48 V હળવું હાઇબ્રિડ TFSI એન્જિન ઓફર કરે છે, જે 340hpનો મહત્તમ પાવર અને 500Nmનો મહત્તમ ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે. જે 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન એન્જિન સાથે જોડાયેલ છે. આ લક્ઝરી કાર 5.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. ઉપરાંત, તે ક્વાટ્રો ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમથી સજ્જ છે.
ફીચર્સ
કંપનીએ તેની Audi Q7 લક્ઝરી કારમાં Audi ડ્રાઇવ મોડ આપ્યો છે, જેમાં 7 ડ્રાઇવિંગ વિકલ્પો ઉપલબ્ધ છે. આ સિવાય તેમાં એડપ્ટિવ એર સસ્પેન્શન, 19 ઈંચ સ્ટાર સ્ટાઈલ એલોય વ્હીલ્સ, પેનોરેમિક ગ્લાસ સનરૂફ, ઈલેક્ટ્રિકલી ફોલ્ડેબલ થર્ડ રો સીટ અને સેફ્ટી ફીચર તરીકે 8 એરબેગ્સ છે. આ સિવાય તેમાં ઉપલબ્ધ ખાસ ફીચર્સ વિશે વાત કરીએ તો, ઓડી વર્ચ્યુઅલ કોકપિટ, 19 સ્પીકર 3D ટેક્નોલોજી સાથે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને ડ્યુઅલ સ્ક્રીન હાજર છે. ટૂંક સમયમાં ઓડી આ SUVના ફેસલિફ્ટ વેરિઅન્ટને વૈશ્વિક બજારમાં રજૂ કરવા જઈ રહી છે, જે યુરોપમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે.
કોની સાથે છે ઓડીની આ કારની સ્પર્ધા
Audi Q7 ના હરિફોમાં BMW X7, Cadillac XT6, Mercedes-Benz GLS-Class, Volvo XC90 અને Infiniti QX80નો સમાવેશ થાય છે.