Car Care Tips: જાણો કયા કયા કારણોસર લાગી જાય છે કારમાં આગ, તમે પણ રાખો ધ્યાન.........
આજે અમે તમને આ સ્ટૉરીમાં એના વિશે બતાવી રહ્યા છીએ, કે કયા કયા કારણોસર કારમાં આગ લાગી જાય છે.
Car Caught Fire reason: જે રીતે સતત કારની સંખ્યા રૉડ પર વધી રહી છે, તેમ તેમ લોકો ભૂલો પણ વધુ કરી રહ્યાં છે, અને છેવટે અકસ્માતનો ભોગ પણ બની રહ્યાં છે. જોકે, દૂર્ઘટનાના ઘણાબધા કારણો હોઇ શકે છે. આજે જ સમાચાર છે કે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેને ઋષભ પંતની બીએમડબલ્યૂ કારને અકસ્માત નડ્યો છે, આ કારમાં આગ લાગી ગઇ હતી, જોકે, ઋષભ પંત ગંભીર રીતે ઘવાયા બાદ બચી નીકળ્યો હતો. પરંતુ આજે અમે તમને આ સ્ટૉરીમાં એના વિશે બતાવી રહ્યા છીએ, કે કયા કયા કારણોસર કારમાં આગ લાગી જાય છે.
આ કારણોસર કારમાં લાગી જાય છે આગ -
વાયર એકબીજા સાથે ચીપકી જાય ત્યારે.....
જેમ જેમ નવી નવી ટેકનોલૉજી આવતી રહે છે, તેમ તે અપડેટ મળતાં રહે છે, પરંતુ આ બધાની વચ્ચે એન્જિન વધુ હીટ થાય ત્યારે વાયરની ખામી જોવા મળે છે. આવા સમયે વાયર એકબીજા સાથે ચોંટી જાય છે અને કાર આગને હવાલે થઇ જાય છે.
સર્વિસ સેન્ટરમાં જ કરાવો સર્વિસ -
ઘણીવાર લોકો ખર્ચ બચાવવાની લાલચમાં આવીને લૉકલ મિકેનિક પાસે પોતાની કારની સર્વિસ કરાવી લેતા હોય છે, પરંતુ આ ઘણીવાર ઘાતક સાબિત થઇ શકે છે. કેમ કે લૉકલ મિકેનિકલ પાસે યોગ્ય રીતે કામ ના પણ થઇ શકે, અને આગળ જતાં આ દુર્ઘટનાનો શિકાર બની શકે છે.
ઓથૉરાઇઝ જગ્યાએથી જ લગાવે ગેસ કિટ -
પેટ્રૉલ-ડીઝલની મોંઘી કિંમતોના કારણે આજકાલ લોકો નવા નવા ઓપ્શનો શોધી રહ્યાં છે, અને આનો એક ઓપ્શન છે ગેસ કિટ. કારમાં જ્યારે પણ તમે ગેસ કિટ લગાવો છો, તો યોગ્ય ઓથોરાઇઝ જગ્યાએથી જગાવવી જોઇએ, જેથી દૂર્ઘટનાથી બચી શકાય.
અકસ્માત પણ એક કારણ -
ઘણીવાર ચાલતી કારનો જ્યારે અકસ્માત થઇ જાય છે, તો ફ્યૂલ ટેન્કના ફાટવાના કે પછી તેમાંથી લીકેજ થવાના કારણે કારમાં આગ લાગી જાય છે. જોકે, જ્યારે આવી સ્થિતિ સર્જાય ત્યારે તરત જ તેમાંથી બહાર નીકળી જવું જ હિતાવહ રહે છે. જો તમારી પાસે ફાયર સ્ટૉપ અવેલેબલ હોય તો તેનો ઉપયોગ તે સમયે કરી શકો છો.