BMW iX નું ભારતમાં ડેબ્યૂ, સિંગલ ચાર્જમાં આપે છે 425 Km ની ડ્રાઇવિંગ રેંજ
BMW iX EV: BMWની ix પ્યોર ઈલેક્ટ્રિક એસયુવીએ ડેબ્યૂ કર્યુ છે. જેની સાથે ડ્યુઅલ લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવ્યું છે.
BMW iX EV Debut In India: BMW એ iX Pure Electric SUVને ડેબ્યૂ કર્યું છે, જેની સાથે ડ્યુઅલ લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યું છે, જે 425 કિમીનું અંતર કાપવામાં સક્ષમ છે. ચાર્જિંગ વિશે વાત કરીએ તો, BMW iX ને AC અને DC બંને ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે. 150 kW DC ફાસ્ટ ચાર્જરની મદદથી BMW iXને માત્ર 31 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે જ્યારે 50 kW DC ચાર્જરનો ઉપયોગ કરીને આ SUVને 73 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. AC ચાર્જર આ ઇલેક્ટ્રિક એસયુવીને સાત કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરે છે.
દેખાવ
તેની અન્ય કારની જેમ BMW એ IX ને ખૂબ જ આકર્ષક દેખાવ આપ્યો છે. કારને ડ્યુઅલ-બીમ LED હેડલેમ્પ્સ સાથે ઇન્ટિગ્રેટેડ LED ડે ટાઇમ રનિંગ લાઇટ્સ, મોટી કિડની ડિઝાઇન ગ્રિલ, સ્કલ્પટેડ બમ્પર અને 3D બોનેટ મળે છે. સાઈડ પ્રોફાઈલમાં સ્પોર્ટી અને મોટા એલોય વ્હીલ્સ, ફ્લેર્ડ શોલ્ડર, લંબચોરસ વ્હીલ કમાનો, ફ્રેમલેસ વિન્ડો, બોડી ઈન્ટીગ્રેટેડ ડોર હેન્ડલ્સ અને ક્લીન લુક કારને નવું આકર્ષણ આપે છે.
ફીચર અને સ્પેસિફિકેશન
BMW એ આ આરામદાયક કારને ઈ-ડ્રાઈવ ટેક્નોલોજીથી સજ્જ કરી છે, જે ડ્યુઅલ ઈલેક્ટ્રિક મોટર દ્વારા ચારેય વ્હીલ્સમાં પાવર ટ્રાન્સમિટ કરે છે. એસયુવી 326 એચપીની મહત્તમ શક્તિ ઉત્પન્ન કરવામાં સક્ષમ છે અને તે 6.1 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપે ઝડપ મેળવી શકે છે. કાર સાથે ત્રણ અલગ-અલગ ડ્રાઇવિંગ મોડ- પર્સનલ, સ્પોર્ટ અને એફિશિએંટ આપવામાં આવ્યા છે.
BMWએ આ કારમાં IconicSounds ઈલેક્ટ્રિક ટેક્નોલોજી આપી છે, જેની મદદથી તે ઈલેક્ટ્રિક હોવા છતાં ડ્રાઈવિંગ સાઉન્ડ ઉત્પન્ન કરી શકે છે. જો તમે આ આગામી BMW ઓફરિંગને ઘરે લાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ માટે 1.16 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) ચૂકવવા પડશે. બજારમાં તેની સ્પર્ધા ઓડી અને મર્સિડીઝની ઇલેક્ટ્રિક કાર સાથે છે.