Car Insurance: વ્હીકલ ઇન્શ્યોરન્સમાં શું હોય છે ટોટલ લૉસ, જાણો તેનું નફા-નુકસાન
Car Insurance:જો તમે તમારી કાર માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને ટેકનિકલ માહિતી જાણવી જોઈએ
Car Insurance: જો તમે તમારી કાર માટે નવો કાર ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા છો, તો તમારે તેની સાથે સંબંધિત મહત્વપૂર્ણ અને ટેકનિકલ માહિતી જાણવી જોઈએ. વ્હીકલ ઇન્શ્યોરન્સને લઇને એક ટેકનિકલ ટર્મ ટોટલ લૉસ છે. આ લેખમાં અમે તમને મોટર ઇન્શ્યોરન્સ વિશે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.
મોટર ઇન્શ્યોરન્સમાં શું હોય છે ટોટલ લૉસ?
વ્હીકલ ઇન્શ્યોરન્સમાં કોઇ વાહનને ટોટલ લોસ એ સમયે ડિક્લિયર કરવામાં આવે છે જ્યારે કોઇ કાર અથવા બાઇક અથવા થ્રી વ્હીલરને એટલી હદે નુકસાન થાય છે કે તેને અગાઉની સ્થિતિમાં ફરી લાવી શકાતું નથી. આ સ્થિતિમાં કારને ટોટલ લોસમાં નાખવામાં આવે છે.
બીજી બાજુ જો વાહનના રિપેરિંગમાં આવનાર ખર્ચ IDV (ઇન્શ્યોરન્સ ડિક્લેયર્ડ વેલ્યુ) 75 ટકા કરતાં વધી જાય તો તેને કંન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસ (CTL) જાહેર કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈપણ વાહનને બે પરિસ્થિતિમાં ટોટલ લોસ કરવામાં આવે છે.
- અકસ્માતઃ જો અકસ્માતમાં કારને નુકસાન થાય અને રિપેરિંગમાં ઘણો ખર્ચ થાય અથવા કાર નકામી થઈ જાય.
- ચોરી: કાર ચોરાઈ ગઈ છે અને અધિકારીઓ તેને શોધવામાં અસમર્થ છે.
અકસ્માત અથવા વાહનની ચોરીના કિસ્સામાં વીમા કંપની ગ્રાહકને વાહનના IDV જેટલી રકમ આપે છે. જો સમારકામની રકમ IDV ના 75 ટકા કે તેથી વધુ હોય તો તે ટોટલ લોસમાં નાખવામાં આવે છે.
ટોટલ લૉસ અને કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસમાં અંતર
જો વાહનને એટલી હદે નુકસાન થયું છે કે તેને અકસ્માતની અગાઉની સ્થિતિમાં લાવી શકાય નહી તો તેને ટોટલ લોસ કહેવામાં આવે છે. જો ડેમેજ રિપેરિંગમા લાગનારો ખર્ચ વ્હીકલના આઇડીવી રકમના 75 ટકા કરતાં વધી જાય તો તે કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસમા સામેલ કરવામાં આવી શકે છે
કન્સ્ટ્રક્ટિવ ટોટલ લોસના કિસ્સામાં એક્સીડેન્ટલ વ્હીકલના રિપેરિંગમાં પૈસા ખર્ચ કરવાની તુલનામાં નવું વાહન ખરીદવાને યોગ્ય માનવામાં આવે છે. જ્યારે ટોટલ લોસમાં વ્હીકલ રિપેર કરી શકાતું નથી.