Car Tips: વરસાદમાં કાર ચલાવતા પહેલા જરૂર ચેક કરો આ 5 વસ્તુ, નહિ તો મુશ્કેલીમાં મૂકાશો
વરસાદની સિઝનમાં દિવસમાં પણ અંધારૂં છવાઇ જાય છે. આ સ્થિતિમાં આપની કારની બધી જ લાઇટો બરાબર હોવી જોઇએ. આ સિવાય કારની એવી અનેક વસ્તુઓ છે, જે ચેક કરવી જોઇએ.
Car Tips: દેશમાં હાલ ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. વરસાદની સિઝનમાં કાર ડ્રાઇવ કરવી સરળ નથી. આ સિવાય આ સિઝનમાં કારમાં કેટલીક ગરબડ થવાની મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. આ સમયે કારની વધુ કેર કરવી જરૂરી છે.વરસાદમાં કારની કેર કેવી રીતે કરવી જોઇએ તે સમજવું જરૂરી છે. જેથી આપને ચાલું વરસાદે રોડ પર પરેશાનીનો સામનો ન કરવો પડે.
સર્વિસ કરાવી લો
વરસાદમાં કારની સર્વિસ કરાવવામાં વિલંબ ન કરવો જોઇએ. આ સિઝનમાં સામાન્ય રીતે કારમાં એવી પરેશાની સામે આવે છે. જે સર્વિસ દરમિયાન ઠીક કરી શકાય છે. સર્વિસ કરાવ્યાં બાદ કાર ડ્રાઇવ કરવાથી મોટાભાગની સમસ્યાથી બચી શકાય છે.
વાઇપર બ્લેડ ચેક કરાવો
વરસાદમાં કાર ચલાવતી વખતે વાઇપર ખૂબ જ કામની વસ્તુ છે.વરસાદ દરમિયાન તે કારની વિન્ડ સ્ક્રિનને ક્લિયર કરીને આપને બેસ્ટ વ્યૂ આપવામાં મદદ મળે છે. એટલા માટે કારના વાઇપર યોગ્ય રીતે કામ કરતા હોય તે જરૂરી છે. ચોમાસાની સિઝનમા વાઇપર વિના કાર ચલાવવી સરળ નથી. આ સાથે વોશર સિસ્ટમને પણ ચેક કરાવી લેવી જોઇએ.
લાઇટસ ચેક કરો
વરસાદની સિઝનમાં દિવસમાં પણ કાળા ડિંબાગ વાદળો છવાતા અંધારું છવાઇ જાય છે. આ કારણે પણ ચોમાસમાં ખાસ કરીને કાર ચલાવો ત્યારે પહેલા લાઇટ ચેક કરી લેવી જરૂરી છે. આ માટે ગાડીની હેડ લાઇટસ અને ટર્ન ઇન્ડીકેટર્સ, ટેલ લાઇટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
બ્રેક બરાબર કામ કરતી હોવું જોઇએ
વરસાદની સિઝનમાં કાર ચલાવતા પહેલા તેની બ્રેક બરાબર કામ કરે છે કે નહી તે પણ ચેક કરી લેવું હિતાવહ છે. વરસાદમાં બ્રેક રોડ પર બ્રેક સ્કિડ કરી શકે છે. જેથી કાર ધીરે-ધીરે ચલાવવી જોઇએ.
ઘસાયેલા ન હોય ટાયર
વરસાદમાં કાર ચલાવતી વખતે ટાયર ઘસાયેલા ન હોવા જોઇએ. ચોમાસાની ઋતુમાં રોડ ભીના હોવાથી ટાયર ઘસાયેલા હોય તો સ્લીપ થવાની શક્યતા વધી જાય છે. આ સ્થિતિમાં બ્રેકમાં પણ નથી લાગતી. કારના ટાયર ઘસાયેલા હોય તો એક્સિડન્ટનું જોખમ પણ વધી જાય છે. તેથી આ સ્થિતિમાં જો ટાયર ઘસાયેલા હોય તો તેને બદલી દેવા હિતાવહ છે.