(Source: ECI/ABP News/ABP Majha)
Bike Ambulance: આ શહેરમાં શરૂ થઈ બાઇક એમ્બ્યુલંસ, કોરોના દર્દીને કરશે મદદ
તમામ રાજ્યો કોરોના દર્દીઓની મદદ કરવા અને કેસોની સંખ્યામાં વધારો અટકાવવા માટે વિવિધ સાવચેતી અને પગલાં અપનાવી રહ્યા છે
Bike Ambulance: દેશમાં કોવિડ-19ના કેસ ફરી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમામ રાજ્યો કોરોના દર્દીઓની મદદ કરવા અને કેસોની સંખ્યામાં વધારો અટકાવવા માટે વિવિધ સાવચેતી અને પગલાં અપનાવી રહ્યા છે. રાજસ્થાન પણ આવા રાજ્યોમાં સામેલ છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક બાઇક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, જે દર્દીઓને તેમના ઘરે સ્વ-અલગતામાં દવાઓ પહોંચાડવા માટે છે.
બાઇક એમ્બ્યુલન્સ માટે 108 પર કૉલ કરો
એક અધિકારીએ જણાવ્યું કે શહેરના કોવિડ-19 દર્દીઓ તેમના ઘરેથી 108 નંબર પર ફોન કરીને સેવાનો લાભ લઈ શકે છે. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જયપુરમાં સ્ટેશન મુજબ 25 બાઇક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે. વાસ્તવમાં, ગીચ વિસ્તારોમાંથી બહાર નીકળવામાં બાઇક વધુ સારી સાબિત થાય છે જ્યારે મોટા વાહનોને સમય લાગે છે. આવી સ્થિતિમાં, બાઇક એમ્બ્યુલન્સ દ્વારા દવા ઝડપથી પહોંચાડી શકાય છે.
રાજસ્થાનમાં કોરોના વાયરસના કેસ
શનિવારે રાજસ્થાનમાં કોરોના વાયરસના ચેપના 9,676 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ચેપને કારણે આઠ દર્દીઓના મોત થયા હતા. તબીબી અને આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર સાંજ સુધીમાં રાજ્યમાં 9,676 નવા સંક્રમિત મળી આવ્યા છે. નવા સંક્રમિતોમાં રાજધાની જયપુરમાં 1983, જોધપુરમાં 1106, ઉદયપુરમાં 766, બિકાનેરમાં 547, અજમેરમાં 411, કોટામાં 394, અલવરમાં 309, પાલીમાં 282, ભરતપુરમાં 260 અને સવાઈ માધોપુરમાં 206નો સમાવેશ થાય છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ભારતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 2,71,202 લોકો થયા સંક્રમિત, 314 લોકો મોતને ભેટ્યા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,71,202 નવા કેસ નોંધાયા છે અને 314 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,38,331 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 15,50,377 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.28 ટકા છે ઓમિક્રોનના કુલ 7,743 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 70,24,48,838 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 15 જાન્યુઆરીએ 16,65,404 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- એક્ટિવ કેસઃ 15,50,377
- કુલ ડિસ્ચાર્જઃ 3,50,85,721
- કુલ મોતઃ 4,86,066
- રસીકરણઃ 1,56,76,15,454