શોધખોળ કરો
Advertisement
કોરોનાનો મારઃ જૂનમાં મારુતિ સુઝુકીના વેચાણમાં 54% ઘટાડો, ગત વર્ષે વેચી હતી આટલી કાર
એમએસઆઈએ કહ્યું કે, તેમણે જૂનમાં 4,289 યૂનિટની નિકાસ કરી હતી, જે ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં 56.4 ટકા ઓછી છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાને પણ કોરોના નડ્યો છે. કંપનીએ બુધવારે કહ્યું કે, જૂનમાં તેમનું કુલ વેચાણ 54 ટકા ઘટીને 57,429 યૂનિટ રહ્યું છે. ગત વર્ષે જૂનમાં કંપનીએ 1,24,708 યૂનિટ વેચ્યા હતા.
એમએસઆઈએ કહ્યું કે, તેમણે જૂનમાં 4,289 યૂનિટની નિકાસ કરી હતી, જે ગત વર્ષના સમાન મહિનાની તુલનામાં 56.4 ટકા ઓછી છે. આ દરમિયાન અલ્ટો, વેગનઆર જેવી નાની કારનું વેચાણ 10,459 યૂનિટ રહ્યું હતું. જે 44.2 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આ જ રીતે સ્વિફ્ટ, સેલેરિયો, ઈગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવા મોડલ્સના કોમ્પેક્ટ સેક્શનમાં વેચાણ 57.6 ટકા ઘટીને 26,696 યૂનિટ રહ્યું છે. મીડિયમ સાઇઝ સેડાન સિયાઝના ગત મહિને 553 યૂનિટ વેચાયા હતા. જ્યારે વર્ષભર પહેલાના સમાનગાળામાં તે 2,322 યૂનિટ હતું.
મારુતિ સુઝુકીએ કહ્યું કે, જૂન 2020 દરમિયાન તેમના વેચાણ તથા આંકડાને કોરોના વાયરસ મહામારી, લોકડાઉન અને સુરક્ષા પ્રતિબંધોના સંદર્ભમાં જોવા જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement