આ મોટી કંપનીએ પોતાના કર્મચારીઓને કોરોનાથી બચાવવા માટે પોતાના તમામ પ્લાન્ટને અઠવાડિયા માટે કરી દીધા બંધ, જાણો વિગતે
આ કડીમાં ભારતની મોટી ઓટો કંપની હીરો મોટો-કોર્પે (Hero MotoCorp) પોતાના મેન્યૂફેક્ચિંગ પ્લાનને બંધ કરવાનો ઓપ્શન અપનાવ્યો છે, આ પ્લાનને બંધ કરવાનુ કારણે પોતાના કર્મચારીઓને (Hero MotoCorp Employees) કોરોના સંક્રમણથી બચાવવાનુ છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની (CoronaVirau) બીજી લહેર દિવસે દિવસે વધુને વધુ ઘાતક બની રહી છે. કોરોનાથી દેશમાં મોટા ભાગના ઉદ્યોગ-ધંધા પર ખરાબ અસર પડી છે, કેટલાક ધંધા અને ઉદ્યોગ સદંતર બંધ થઇ ગયા છે તો વળી કેટલાક નુકશાનમાં ચાલી રહ્યાં છે. સરકાર દ્વારા કોરોના સંક્રમણ પર રોક લગાવવા માટે જરૂરી ગાઇડલાઇન્સ (Corona Guideline) અને પાબંદીઓ (Corona Rules) લગાવવામાં આવી છે છતાં કાબુ મેળવી શકાતો નથી. આ કડીમાં ભારતની મોટી ઓટો કંપની હીરો મોટો-કોર્પે (Hero MotoCorp) પોતાના મેન્યૂફેક્ચિંગ પ્લાનને બંધ કરવાનો ઓપ્શન અપનાવ્યો છે, આ પ્લાનને બંધ કરવાનુ કારણે પોતાના કર્મચારીઓને (Hero MotoCorp Employees) કોરોના સંક્રમણથી બચાવવાનુ છે. દેશની સૌથી મોટી ટૂ વ્હીલર્સ કંપની હીરો મોટો-કોર્પે (Hero MotoCorp) પોતાના તમામ સંયંત્રોમાં 22 એપ્રિલથી 1 મે સુધી પ્રૉડક્શન બંધ રાખવાનો ફેંસલો કર્યો છે.
22 એપ્રિલથી 1 મે સુધી કામ બંધ રાખવાનો ફેંસલો....
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, લોકોના જીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આને તમામ પ્રૉડક્શન ફેસિલિટીમાં 22 એપ્રિલથી 1 મે સુધી કામ બંધ કરવાનો ફેંસલો કર્યો છે. કંપનીના ગ્લૉબલ પાર્ટ્સ સેન્ટરોમાં આ જ નિયમ લાગુ થશે. કંપનીએ કહ્યું કે તમામ સંયંત્રો અને ગ્લૉબલ પાર્ટ્સમાં 22 એપ્રિલથી 1 મેની વચ્ચે તબક્કાવાર રીતે ચાર દિવસ સુધી પ્રૉડક્શન બંધ રહેશે. કંપની પ્રૉડક્શન બંધી દરમિયાન મેન્યૂપેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરૂરી મેન્ટેનન્સ વર્ક પુરુ કરશે.
જોકે, કંપનીમાં પ્રૉડક્શન બંધ થવાથી ટૂ-વ્હીલર્સની માંગ પુરી કરવાની આની ક્ષમતા પર કોઇ અસર નહીં પડે. પ્રૉડક્શનમાં આવેલી કમીની ભરપાઇ બાકીની ત્રિમાસિકમાં કરી લેવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આ નાના સમય દરમિયાન પ્રૉડક્શન બંધ થવાથી કામ પુરી ગતિથી ચાલશે. આ દરમિયાન બહુ જ થોડા કર્મચારીઓ વારાફરથી વર્ક ફ્રૉમ હૉમ કરશે. તમામ જરૂરી સર્વિસીઝ માટે કામ થશે.
ટૂ-વ્હીલર્સના વેચાણમાં કમી....
હીરો મૉટો-કોર્પના આ પગલા બાદ બીજી ટૂ-વ્હીલર્સ કંપનીઓ પણ આ પગલુ ભરી શકે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દક્ષિણના કેટલાક રાજ્યોમાં પ્રૉડક્શન ફેસિલિટી થોડાક દિવસો માટે બંધ રાખવામાં આવી શકે છે. હાલ લૉકડાઉન અને પાબંદીઓના કારણે ટૂ-વ્હીલર્સનુ વેચાણમાં કમી દેખી શકાય છે.