(Source: Poll of Polls)
હોળીના રંગોથી ખરાબ થઇ ગયેલી કારને આ રીતે કરો વૉશ, આપોઆપ લાગશે ચમકવા, જાણો ક્લિનિંગ ટિપ્સ.......
આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો. જોકે ઘરે કારને ક્લિન કરતી વખતે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જાણો ટિપ્સ વિશે.....
નવી દિલ્હીઃ હોળીમાં ઘણીવાર લોકો એટલી બધી મસ્તીએ ચઢતા હોય છે કે એકબીજા પર રંગો લગાવવી જગ્યાએ, ઘણીવાર કેટલીક વસ્તુઓને પણ રંગોથી રંગી કાઢે છે. આમાં ખાસક રીને ઘરની બહાર રહેલી વસ્તુઓ પહેલી ટાર્ગેટ થાય છે. ઘરની બહાર રાખેલા વાહનો અને ખાસ કરીને કારોને લોકો હોળીના રંગોથી રંગી નાંખતા હોય છે. આવા સમયે કાર માલિકોને આ રંગોને કાઢવા મુશ્કેલ બની જાય છે. જો તમારી કારને પણ હોળીના રંગોથી ખરાબ કરવામાં આવી હોય તો તેને આસાનીથી ક્લિનિંગ કરી શકાય છે.
આજે અમે તમને એવી ટ્રિક બતાવી રહ્યાં છીએે જેની મદદથી તમે ઓછી કિંમતે પોતાની કારેને એકદમ નવી જેવી ચમકદાર બનાવી શકો છો. જોકે ઘરે કારને ક્લિન કરતી વખતે કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે. જાણો ટિપ્સ વિશે.....
કારને ક્લિન કરવા માટેની ટિપ્સ.....
1- કારને સાફ કરવા માટે વૉશિંગ પાઉડર, ડિશ વૉશિંગ સોપ કે વાળમાં લગાવવાના શેમ્પૂનો યૂઝ ના કરવુ જોઇએ. લાંબા સમય સુધી આનો યૂઝ તમારી કારની પેઇન્ટને ખરાબ કરી શકે છે. કારને વૉશ કરવા માટે કાર ક્લિનર કાર શેમ્પૂનો જ યૂઝ કરવો જોઇએ.
2- કાર જો તડકામાં ઉભી રહી હોય તો તેને તરતજ વૉશ ના કરવી જોઇએ. તડકામાં રહેવાથી કારની બૉડી ગરમ થઇ જાય છે, અને આ સમયે કાર વૉશ કરવાથી કારની પેઇન્ટ થોડી ફિક્કી પડી જાય છે.
3- શેમ્પૂથી વૉશ કર્યા બાદે કારને સુખવવા માટે સુતરાઉ કપડાંની જગ્યાએ ફાઇબરે ક્લૉથે કે બેબી વાઇપ જેવા કપડાંનો યૂઝ કરો. આ ઉપરાંત ક્યારેય કૉટનના સુકા કપડાંથી પણ કાર ડાયરેક્ટના લુછો, આનાથી કાર પર સ્ક્રેચ પડી શકે છે.
4- જો કારને ઘરમાં વૉશ કરી રહ્યાં છો તો પાઇપનો ઉપયોગ કરો. કોઇ નળમાં પાઇપ લગાવીને તેને ધારથી કાર ઝડપથી સાફ થઇ જાય છે. ડોલમાં પાણી ભરીને કાર વૉશ કરવાથી કાર બરાબર સાફ નથી થઇ શકતી. વારંવાર ક્લિનિંગ સ્પંચે ડોલમાં નાંખવાથી ડોલનુ પાણી ગંદુ થઇ જાય છે, અને ધૂળ માટી વાળુ પાણી કાર પર લાગે છે.
5- કાર વૉશના સમયે કાચ અને તમામ વિન્ડો બરાબર બંધ કરી દો. ક્લિનિંગ દરમિયાને પાણી અંદર જવાથી કારના ઇન્ટિરીયરને નુકશાન પહોંચી શકે છે.
6- બહારથી કારને વૉશ કર્યા બાદ અંદરથી પણ કારને બરાબર સાફ કરવી જરૂરી છે. ડેશબોર્ડ, લેગસ્પેસ અને બાકી ઇન્ટીરિયરની જો યોગ્ય રીતે સફાઇ ના થાય તો ફંગલ આવી શકે છે. આ ઉપરાંત કારની સીટોની પણ સારી રીતે સફાઇ જરૂરી છે.
7- કારની હેડલાઇટ કે ટેલલેમ્પ સાફ કરવા માટે વિન્ડો ક્લિનર યૂઝ કરી શકો છો. વિન્ડો ક્લિનરને હેડલાઇટ પર સ્પ્રે કરો અને સૉફ્ટ કપડાં કે બેબી વાઇપથી લુછવા માટે હેડલાઇટે ચમકવા લાગશે.