Electric Cars: ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર થશે ફાયદો જ ફાયદો, મળશે શાનદાર ડિસ્કાઉન્ટ
ડીલરો પાસે સ્ટોકનો જથ્થો વધવા લાગ્યો છે, જેને પુરવઠાની માંગ સાથે મેચ કરવાની જરૂર છે. ભારતમાં દરરોજ લગભગ 200 ઇલેક્ટ્રિક કાર વાહનોનું વેચાણ થાય છે અને ડીલરો પાસે 15-20 દિવસનો સ્ટોક હોય છે.
Electric Cars: છેલ્લા કેટલાક વર્ષોમાં ઝડપી ગતિ ભર્યા બાદ હવે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં મંદી જોવા મળી રહી છે. તેને પાટા પર લાવવા માટે ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકો ગ્રાહકોને પ્રથમ વખત તેમની પોતાની યોજનાઓ ઓફર કરી રહ્યા છે.
ડીલરો પાસે સ્ટોકનો જથ્થો વધવા લાગ્યો છે, જેને પુરવઠાની માંગ સાથે મેચ કરવાની જરૂર છે. ભારતમાં દરરોજ લગભગ 200 ઇલેક્ટ્રિક કાર વાહનોનું વેચાણ થાય છે અને ડીલરો પાસે 15-20 દિવસનો સ્ટોક હોય છે. જે વધીને 450-800 કરોડ થવાની શક્યતા છે.
આ કારણે ઇલેક્ટ્રિક કાર માર્કેટના દિગ્ગજ ટાટા મોટર્સ અને MG મોટરે ગયા અઠવાડિયે મર્યાદિત સમય માટે ગ્રાહકો માટે આકર્ષક સ્કીમ લોંચ કરી છે. જો કે, બંને કંપનીઓના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ સ્કીમ બજારમાં ઈલેક્ટ્રીક વાહનોની સુસ્તીને કારણે નહીં પરંતુ સ્ટોકમાં રહેલી ગેરસમજને દૂર કરવા માટે લાવવામાં આવી છે.
બીજી તરફ, ETમાં પ્રકાશિત સમાચાર અનુસાર, મુંબઈ સ્થિત કંપની દ્વારા ડીલરને મોકલવામાં આવેલી માહિતી અનુસાર, નેક્સન પ્રાઇમ (2022 મોડલ)ના મોટાભાગના મોડલ જેમાં XMનો પણ સમાવેશ થાય છે તેના પર રૂ. 1,00,000નો લાભ મેળવી શકાય છે. આ ઉપરાંત, કંપની ચાલુ વર્ષના મોડલ્સ પર પણ લાભો ઓફર કરી રહી છે, જેમાં પ્રાઇમ અને ઝિપટ્રોન મોડલ્સ પર 30,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ સામેલ છે.
જ્યારે MG સમર ફેસ્ટ હેઠળ તેની ZS ઇલેક્ટ્રિક કાર પર રૂ. 1,50,000 સુધીના લાભો પણ ઓફર કરી રહી છે. જેની જાહેરાત કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે.
અગાઉના મહિનાઓમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણની વાત કરીએ તો માર્ચ 2023માં 7,144 ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે આ વર્ષે એપ્રિલમાં વેચાણ ઘટીને 5,376 યુનિટ થયું હતું. જ્યારે મે મહિનામાં તે ફરી 6,753 યુનિટ પર પહોંચી ગયો. આ સિવાય ચાલુ મહિનામાં (જૂન) અત્યાર સુધીમાં લગભગ 5203 યુનિટ્સનું વેચાણ થયું છે.
Electric Cars: આ ઈલેક્ટ્રીક કાર પાછળ ઘેલા છે ભારતીયો, આ બાઈક પણ મચાવે છે ધૂમ
ઈલેક્ટ્રિક વાહનો તરફ ભારતીય લોકોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. આપણે ગત મહિને પણ તેનું ઉદાહરણ જોઈ ચુક્યા છએ. ઓક્ટોબરમાં તહેવારોની સિઝનને કારણે ભારતમાં ઈલેક્ટ્રિક કારનું જોરદાર વેચાણ થયું હતું જે એક નવો રેકોર્ડ બન્યો હતો. પરંતુ તહેવારોની સિઝન વીતી ગયા બાદ પણ ઈલેક્ટ્રિક વાહનોના વેચાણ અને માંગમાં કોઈ ઘટાડો થયો નથી. હવે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, આ મહિને પણ ઈવીના વેચાણના આંકડા ગત મહિનાના રેકોર્ડ જેટલા જ રહી શકે છે.
ઓક્ટોબરમાં કેટલું વેચાણ?
કારના રજીસ્ટ્રેશન માટેની સરકારી વેબસાઈટ વાહન પરથી મેળવેલા ડેટા અનુસાર ગયા મહિને ઓક્ટોબરમાં દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ 1.15 લાખ યુનિટના આંકને સ્પર્શી ગયું હતું. આ જ ટ્રેન્ડ આ મહિને પણ ચાલુ છે અને નવેમ્બરમાં અત્યાર સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોના 99,000 યુનિટ વેચાયા છે. જેના કારણે એવું માનવામાં આવે છે કે આ મહિને પણ આ વાહનોના વેચાણના આંકડા ઓક્ટોબરના વેચાણની બરાબર રહી શકે છે.