સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે
UPSC Exam: ઉલ્લેખનિય છે કે, જે ઉમેદવારો UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવા માગે છે, જેમણે હજુ સુધી અરજી કરી નથી, તેમને જાણ કરવામાં આવે કે UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 ડિસેમ્બર 2024 સમાપ્ત થઈ રહી છે.
UPSC Exam:GPSCએ વર્ગ 1-2ની પરિક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. એપ્રિલના મધ્યમાં GPSCની વર્ગ 1-2ની પરિક્ષા યોજાઈ શકે છે. UPSCની પરિક્ષા કાર્યક્રમને ધ્યાને રાખી GPSCની પરિક્ષાનું ટાઈમટેબલ ગોઠવાશે. ગુજરાતના વિદ્યાર્થીઓ UPSCની પરિક્ષામાં પણ ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવશે,.UPSCની પ્રિલીમ પહેલા GPSCની પ્રિલીમ પરિક્ષા યોજાશે. તો UPSCની મેઈન્સ બાદ GPSCની મેઈન્સ પરિક્ષા યોજાશે.
ઉલ્લેખનિય છે કે, જે ઉમેદવારો UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવા માગે છે, જેમણે હજુ સુધી અરજી કરી નથી, તેમને જાણ કરવામાં આવે કે UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાની છેલ્લી તારીખ આજે એટલે કે 31 ડિસેમ્બર 2024 સમાપ્ત થઈ રહી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ જાહેરાત કરી છે કે, વર્ષ 2025 માટે નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી પરીક્ષા (I) અને સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષા (I) માટેની નોંધણી 31 ડિસેમ્બર, 2024 ના રોજ બંધ થશે. UPSC NDA NA 2025 પરીક્ષામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો તેમની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આયોગના અધિકૃત ઓનલાઈન પોર્ટલ upsconline.gov.in પર જઈ શકે છે.
NDA NA પરીક્ષા 2025 દ્વારા 406 ખાલી જગ્યાઓ પર લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. રજીસ્ટ્રેશન વિન્ડો બંધ થયા પછી 1 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી, 2025 સુધી સુધારણાનો સમયગાળો આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, અરજદારોને UPSC નોંધણી પ્લેટફોર્મ પર તેમની નોંધણી વિગતોમાં કોઈપણ જરૂરી સુધારા કરવાની તક આપવામાં આવે છે. એ નોંધવું અગત્યનું છે કે આ નિર્દિષ્ટ સમયગાળાની બહાર નોંધણી પ્રોફાઇલમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.
UPSC NDA અને NA 2025 કેવી રીતે અરજી કરવી
- UPSC NDA અને NA 1 પરીક્ષા 2025 માટે અરજી કરવાના સ્ટેપ
- સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પર જાવ
- “ઓનલાઈન એપ્લિકેશન” પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરો
- વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક વિગતો સાથે ફોર્મ ભરો અને પરીક્ષા કેન્દ્ર પસંદ કરો.
- નિયત ફોર્મેટમાં ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
- ફી ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ દ્વારા જમા કરો.
- અંતિમ સબમિશન પહેલાં તમામ વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.
- ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટ લો.