શોધખોળ કરો
Advertisement
ભારતમાં હવે ઈલેક્ટ્રિક કારનો હશે યુગ, ઈનકમ ટેક્સ અને GSTમાં પણ મળશે છૂટ
ટેસ્લાની ભારતમાં એન્ટ્રી બાદ હવે ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારને લઈને પહેલા કરતા વધારે ચર્ચા થવા લાગી છે. દેશમાં ઈલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હી: ભારતમાં આગામી સમય ઈલેક્ટ્રિક કારનો માનવામાં આવી રહ્યો છે. દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યા ઈલેક્ટ્રિક કાર કોઈ નવી વાત નથી, પરંતુ ભારતમાં હજુ પણ ઈલેક્ટ્રિક કારને લઈને વધારે ક્રેઝ જોવા મળ્યો નથી. જો કે, ટેસ્લાની ભારતમાં એન્ટ્રી બાદ હવે ભારતમાં પણ ઈલેક્ટ્રિક કારને લઈને પહેલા કરતા વધારે ચર્ચા થવા લાગી છે. એવામાં એ વાત પર પણ ધ્યાન આપવું વધારે જરૂરી છે કે, ઈલેક્ટ્રિક કાર ભારતના ગ્રાહકોને ટેક્સ અને અન્ય મામલામાં કઈ રીતે ફાયદો પહોંચાડી શકે છે.
GSTમાં ઘટાડો
દેશમાં ઈલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યાં છે. સરકાર તરફથી દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનો પર GSTનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. વિદ્યુત મંત્રાલયે ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે સર્વિસ તરીકે વીજળીના વેચાણને મંજૂરી આપી દીધી છે. જ્યારે ચાર્જિંગના બુનિયાદી ઢાંચામાં રોકાણકારોને આકર્ષિત કરવા માટે એક મોટું પ્રોત્સાહન પ્રદાન કરશે.
પ્રદુષણમાં આવશે ઘટાડો
WHOએ હાલમાં કરેલા અધ્યયન અનુસાર દુનિયાના 20 સૌથી પ્રદુષિત શહેરોમાંથી 14 ભારત છે. ઈલેક્ટ્રિક વાહન શહેરોમાં પ્રદુષણ ઓછું કરવામાં મદદ કરશે. ઇલેક્ટ્રિક વાહન ગ્રીન પાવર પર ચાલે છે. એટલે તે દર વખતે 15 ગણું ઓછું CO2 ઉત્પાદન કરશે. એવામાં પ્રદુષણમાં પણ ઘટાડો લાવવા માટે ઈલેક્ટ્રિક વાહન મોટું યોગદાન આપી શકે છે.
રોજગારી
એક રિપોર્ટના અનુમાન અનુસાર 2050 સુધી લગભગ 2 મિલિયન ( 20 લાખ)થી વધુ નોકરીઓ ઈલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં આવશે. ઇલેક્ટ્રિક વ્હીકલ પર સ્વિચ કરવા પર ભારત માટે પૈસાની બચત થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement