શોધખોળ કરો

Tiago EV: સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનું આજથી બુકિંગ શરૂ, આટલા હજાર રૂપિયામાં કરાવી શકશો બુક

ટાટા મોટર્સની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago ઈલેક્ટ્રિકનું બુકિંગ આજથી શરૂ થવા જઈ રહ્યું છે.

ટાટા મોટર્સની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago ઈલેક્ટ્રિકનું બુકિંગ આજથી શરૂ થવા જઈ રહ્યું છે. કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક હેચબેક કાર વિશે ઘણા જબરદસ્ત દાવા કર્યા છે. ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને કંપની બજારમાં તેની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. Tata Motorsના Nexon EV અને Tigor EVની બજારમાં પહેલેથી જ ખૂબ માંગ છે. હવે કંપનીએ ઇલેક્ટ્રિક હેચબેક સેગમેન્ટમાં પણ પ્રવેશ કર્યો છે.

બુકિંગ આજે બપોરથી શરૂ થશે

Tata Motors' Tiago EVનું બુકિંગ આજે (10 ઓક્ટોબર) બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ગ્રાહકો 21,000 રૂપિયાની ટોકન રકમ જમા કરીને કોઈપણ અધિકૃત ટાટા મોટર્સ ડીલરશીપ અથવા વેબસાઇટ પર Tiago ઈલેક્ટ્રિક બુક કરી શકે છે. આ કારની ડિલિવરી જાન્યુઆરી 2023થી શરૂ થશે. Tiago EV ડિસેમ્બરથી ટેસ્ટ ડ્રાઈવ માટે ઉપલબ્ધ થશે. ટિયાગો ઇલેક્ટ્રિક Ziptron ટેક્નોલોજી પર આધારિત છે.

Tata Tiago EVની કિંમત 8.49 લાખ રૂપિયાથી 11.79 લાખ રૂપિયા સુધીની હશે. ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં સૌથી સસ્તી હોવાને કારણે આ કારનું બુકિંગ જોરદાર મળવાની સંભાવના છે. ટિયાગો ઈલેક્ટ્રિકની કેબિન ટિયાગોના આઈસીઈ વર્ઝન જેવી જ છે. તેમાં લેધર ફિનિશિંગ સ્ટીયરીંગ વ્હીલ અને સીટો મળશે. ડ્રાઇવ મોડ પસંદ કરવા માટે ગિયર લીવરને રોટરી ડાયલથી બદલવામાં આવ્યું છે અને સ્પોર્ટ્સ મોડ પણ છે.

બેટરી પેક વિકલ્પ

ગ્રાહકોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કંપનીએ બે બેટરી પેક સાથે Tiago EV લોન્ચ કરી છે. Tiago EV એ IP67 રેટેડ બેટરી પેક અને 24kWh બેટરી પેક સહિત અનેક ચાર્જિંગ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે Tiago EV 24kWh બેટરી પેક સાથે 315 કિમીની રેન્જ ધરાવે છે. ટાટા મોટર્સે 19.2kWh ના બેટરી પેક સાથે Tiago EV પણ રજૂ કર્યું છે. આ બેટરી પેકવાળી કારની રેન્જ 250 કિમી હોવાનું કહેવાય છે. કંપનીએ કહ્યું કે મોટર અને બેટરી 8 વર્ષ અથવા 1,60,000 કિલોમીટરની વોરંટી સાથે આવશે.

ચાર્જ થવામાં કેટલો સમય લાગશે?

કંપનીએ કહ્યું છે કે ગ્રાહકોની અપેક્ષાઓ પૂરી કરવા અને આંતરદૃષ્ટિના આધારે, 24kWh બેટરી પેક વેરિઅન્ટને ઉત્પાદન મોરચે પ્રાથમિકતા આપવામાં આવી છે. બંને બેટરી પેક ઝડપી ચાર્જિંગ માટે સક્ષમ છે. તેઓ ડીસી ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને લગભગ 57 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. તે હિલ સ્ટાર્ટ અને ડિસેન્ટ આસિસ્ટ, TPMS, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે મલ્ટિ-મોડ રિજન ફીચર સાથે પણ ઓફર કરવામાં આવી રહી છે.

ઘણા ચાર્જિંગ વિકલ્પો ઉપલબ્ધ છે

Tata Tiago EV સેગમેન્ટમાં ભારતની પ્રથમ હેચબેક પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર બની છે. Tiago EVમાં ચાર ચાર્જિંગ વિકલ્પો આપવામાં આવ્યા છે. આમાં 15A સોકેટ, 3.2 kW AC ચાર્જર, 7.2 kW AC ચાર્જર અને DC ફાસ્ટ ચાર્જર વિકલ્પોનો સમાવેશ થાય છે. ટાટાએ 7 વેરિઅન્ટમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tiago EV લોન્ચ કરી છે. તે વિવિધ બેટરી અને ચાર્જિંગ વિકલ્પો સાથે આવશે.

ટોપ સ્ટોરી

FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
FASTag માં થયો મોટો બદલાવ, આજથી આ નિયમ કરાયો લાગુ 
40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી 
40 કિમી/લીટર... માઈલેજમાં શાનદાર છે આ કાર, ભારતમાં પ્રીમિયમ કારની થશે વાપસી 
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
મારુતિ સુઝુકીનો મોટો પ્લાન, સસ્તી કારમાં પણ એરબેગની જેમ મળશે ADAS ફીચર
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું
ઓટો સેક્ટરે સપ્ટેમ્બરમાં ધમાલ મચાવી, હ્યુન્ડાઇનું રેકોર્ડ વેચાણ, મહિંદ્રાનું સેલ્સ 15% વધ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget