(Source: ECI/ABP News/ABP Majha)
Maruti Suzukiએ Hisashi Takeuchiને બનાવ્યા કંપનીના નવા એમડી અને સીઇઓ, જાણો
મારુતિ સુઝુકીએ એક નિવેદનમાં કહ્યું કંપનીના બોર્ડે ગુરુવારે પોતાની બેઠકમાં Hisashi Takeuchi ને 1 એપ્રિલથી મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યા છે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા (MSI) એ ગુરુવારે બતાવ્યુ કે, કંપની બોર્ડના હિસાશી તાકેચી (Hisashi Takeuchi) ને કંપનીના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. Takeuchi 1 એપ્રિલ, 2022 થી પોતાનુ પદ સંભાળશે.
મારુતિ સુઝુકીએ એક નિવેદનમાં કહ્યું કંપનીના બોર્ડે ગુરુવારે પોતાની બેઠકમાં Hisashi Takeuchi ને 1 એપ્રિલથી મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ તરીકે નિયુક્ત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, કંપનીના વર્તમાન એમડી અને સીઇઓ Kenichi Ayukawaનો કાર્યકાળ 31 માર્ચ, 2022 એ પુરો થઇ જશે. કંપનીએ નવા એમડી અને સીઇઓના આ પરિવર્તન આસાન બનાવવા માટે Kenichi Ayukawaને 30 સપ્ટેમ્બર, 2022 સુધી કંપનીના વાઇસ ચેરમેન અને પૂર્ણકાલિક ડાયેરેક્ટર તરીકે યથાવત રાખ્યા છે, જેનાથી કંપનીને તેમનુ માર્ગદર્શન મળતુ રહે.
કોણ છે हैं Hisashi Takeuchi ?
કંપનીના એમડી અને સીઇઓ Hisashi Takeuchi જાપાનની Yokohama નેશનલ યૂનવર્સિટીની ઇકૉનૉમિક્સ ફેકલ્ટીમાંથી ગ્રેજ્યૂએટ છે. તે વર્ષ 1986 થી સુઝુકી મૉટર કોર્પોરેશન (SMC) સાથે જોડાયા અને તેમને પોતાની શરૂઆત ઓવરસીઝ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, યૂરોપ ગૃપ ઓફ SMC થી કરી હતી. વર્ષ 1996 માં, તે ઓવરસીઝ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, Oceania ગૃપ ઓફ SMC સાથે જાડાઇ ગયા અને વર્ષ 1997 માં તેમને પ્રમૉશન મળ્યુ. ત્યારબાદ તે સુઝુકી ઓસ્ટ્રેલિયા PTYના ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) બની ગયા.
ત્યારબાદ તેમને કેટલાક લેવલ પર કામ કર્યુ છે. આમાં ડેપ્યૂટી મેનેજિંગ ડાયરેક્ટર/મેનેજિંગ ડાયરેક્ટર, Magyar સુઝુકી કૉર્પોરેશન, ડિપાર્ટમેન્ટ જનરલ મેનેજર- ગ્લૉબલ ઓટોમોબાઇલ પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયા ઓટોમોબાઇલ ડિપાર્ટમેન્ટ, ડિવિઝનલ જનરલ મેનેજર- ગ્લૉબલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને પ્લાનિંગ ડિવિઝન વગેરેમાં સામેલ છે.
આ પણ વાંચો.......
ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ
કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા
હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે