Diesel Car: 10 વર્ષ જૂની ડીઝલ કારમાં ઈલેક્ટ્રિક કિટ લગાવવી કેટલી આસાન છે ? જાણો વિગત
Convert Diesel Car to Electric: ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આ કિટ નિર્માતાઓને પેનલમાં સામેલ કર્યા બાદ જ ઈલેક્ટ્રિક ફિટ લગાવવાનું કામ શરૂ થશે
Convert Diesel Car to Electric: દિલ્હી સરકારે 10 વર્ષ જૂની ડીઝલ કારમાં ઈલેક્ટ્રિક કિટ ફિટ કરવાની મંજૂરી આપી છે. પરંતુ સવાલ એ છે કે શું આવી કિટની લગાવવા સરળ છે કે મુશ્કેલ. હાલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આ કિટ નિર્માતાઓને પેનલમાં સામેલ કર્યા બાદ જ ઈલેક્ટ્રિક ફિટ લગાવવાનું કામ શરૂ થશે. અલગ અલગ કારમાં આવી કિટ લગાવવાનું તથા તેમને પ્રમાણિત કરવાની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે.પરંતુ કાર માલિક માટે આનો શું મતલબ છે. અમે ઈલેક્ટ્રિક કારમાં બદલવામાં આવી કારની તપાસ કરીને સમગ્ર પ્રોસેસ જાણવાનો પ્રયત્ન કર્યો.
કિટ બદલવામાં નથી આવતી સમસ્યા
પુણે સ્થિત નોર્થવે મોટરસ્પોર્ટ આ પ્રકારની કારમાં ઈલેક્ટિર કિટ લગાવવાનું કામ કરે છે. આ કંપની ડિઝાયર જેવી લોકપ્રિય કારમાં કીટ પૂરી પાડે છે. કંપનીએ જણાયું કે, ડીઝલ કારમાં ઈલેક્ટ્રિક કિટ લગાવવી કોઈ મુશ્કેલ કામ નથી. અમે એન્જિને હટાવીને ઈલેક્ટ્રિક કિટ લગાવીએ છીએ. આ દરમિયાન જરૂરી કંપોનેંટ્સ કારમાં જ લાગેલા રહે છે. આ ઉપરાંત કારના વિવિધ પાર્ટ્સ જેવા કે ઈંસ્ટ્રૂમેટ કલસ્ટર કે ગિયરબોક્સ પર પણ આ પ્રક્રિયામાં કોઈ બદલાવ આવતો નથી.
5 લાખ રૂપિયા સુધીનો થઈ શકે છે ખર્ચ
કારની રેંજ અને કિટ લગાવવાનો ખર્ચ અલગ અલગ હોઈ શકે છે. કંપનીનું કહેવું છે કે પરિવર્તિત કારમાં 200 થી 250 કિલોમીટર સુધીની રેન્જ મળી શકે છે. જે ટાટા ટિગોર બરાબર છે. કંપનીના કહેવા મુજબ જૂની કારમાં આ પ્રકારની કિટ લગાવવા માટે 5 લાખ સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. આ સ્થિતિમાં કાર માલિકે આટલી રકમ ખર્ચીને જૂની કારને ઠીક કરાવવી કે જૂની કાર વેચીને નવી કાર લેવી તે મૂંઝવણનો પ્રશ્ન બની શકે છે.
સર્વિસ અને ચાર્જિંગ સૌથી મોટી સમસ્યા
આ ઉપરાંત કારને લઈ એક મહત્વનો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે ઈલેક્ટ્રિક કીટ લાગ્યા બાદ તેની સર્વિસ અને ચાર્જિંગ ક્યાં થશે. આ તમામ સવાલોના જવાબ ભવિષ્યમાં અને નિયમ સ્પષ્ટ થયા બાદ જ મળી શકશે. આ બધી માહિતી અમે તમને ટૂંક સમયમાં જ આપીશું.