શોધખોળ કરો
Hyundai ની 7 સીટર ક્રેટા પ્રથમ વખત જોવા મળી, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ
7 સીટર Creta ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. 5 સીટર Cretaની તુલનામાં 7 સીટર Creta થોડી મોટી છે.

નવી દિલ્હી: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા હાલના સમયમાં પોતાની 7 સીટર SUV, Creta પર કામ કરી રહી છે. હાલમાં જ કંપનીએ ફેસલિફ્ટ Creta લોન્ચ કરી હતી, તેમને જણાવી દઈએ કે આગામી 7 સીટર Creta ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. 5 સીટર Cretaની તુલનામાં 7 સીટર Creta થોડી મોટી છે. તેની લંબાઈને વધારવામાં આવી છે. તેની થર્ડ રો ખાસ નાના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. તેની ડિઝાઈનમાં પણ થોડાધણા બદલાવ કરવામાં આવી શકે છે. 7 સીટર Cretaમાં નવી ટેકનીકનો ઉપયોગ કરતા ફ્રંટ પાર્કિગ સેન્સર પણ મળી શકે છે. આમાં એજ એન્જિન મળી શકે છે હાલના સમયે Cretaને પાવર આપે છે. માનવામાં આવી રહ્યું છે કે 7 સીટર Cretaને આ વર્ષે અથવા આગામી વર્ષે લોન્ચ કરી દેવામાં આવશે. 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે 5 સીટર Creta હ્યુન્ડાઈએ આ વર્ષે માર્ચમાં નવી Cretaને લોન્ચ કરી છે. નવી Creta બે પેટ્રોલ અને એક ડીઝલ એન્જિનમાં આવી છે. તેમાં પાંચ મોડલ મળશે. જેમાં E, EX, S, SX અને SX (O) સામેલ છે. નવી Creta ની કિંમત 9.99 લાખ રૂપિયાથી લઈને 17.20 લાખ રૂપિયા સુધી જાય છે. નવી Creta માં 10 કલર ઓપ્શન મળે છે. આ ગાડીને ત્રણ એન્જિન ઓપ્શનમાં ઉતારવામાં આવી છે. નવી Creta ત્રણ ડ્રાઈવ મોડ્સ (Eco, Comfort & Sport)મળશે. હ્યુડાઈએ નવી Cretaની ડિઝાઈનમાં ઘણું કામ કર્યું છે, પોતાના જૂના મોડલની તુલનામં આની ડિઝાઈન ઘણી અલગ છે. પરંતુ એ ખૂબ વધારે આર્કષિત નથી કરી શકતી, તેની ડિઝાઈનમાં કંપનીની Venue ની ઝલક જોવા મળે છે. જ્યારે તેનું ઈન્ટીરિયર પણ સામાન્ય જોવા મળે છે. પરંતુ નવી Cretaમાં ફિચર્સ ઘણા મળશે. સેફ્ટી ફિચર્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
વધુ વાંચો





















