શોધખોળ કરો
કમાણીના મામલે Hyundai ની આ કારે બધાને રાખ્યા પાછળ, જુઓ બેસ્ટ સેલિંગ કારનું લિસ્ટ
હ્યુન્ડાઈએ એપ્રિલથી ઓગસ્ટ સુધી કાર બજાર પર સિક્કો જમાવ્યો છે.

ભારતીય કાર બજારમા હ્યુન્ડાઈએ તેને દબદબો જાળવી રાખ્યો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને તેની સહયોગી બ્રાન્ડ કિયાને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ક્રેટા અને કિયા સોનેટનું હાલના દિવસોમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હ્યુન્ડાઈએ એપ્રિલથી ઓગસ્ટ સુધી કાર બજાર પર સિક્કો જમાવ્યો છે. આવો જાણીએ ઓગસ્ટ મહિનાની પાંચ બેસ્ટ સેલિંગ સબ કોમ્પેક્ટ એસયુવી અંગે..... Hyundai Creta હ્યુન્ડાઈની આ કાર ઓગસ્ટ 2020માં તેના સેગમેન્ટની બેસ્ટ સેલિંગ કાર રહી. ક્રેટાએ ઓગસ્ટમાં કુલ 33,726 યૂનિટ વેચ્યા હતા. વેચાણની દ્રષ્ટિએ તે નંબર વન રહી હતી. Kia Seltos આ લિસ્ટમાં બીજા નંબર કિયા સેલ્ટોસ રહી. આ કાર હ્યુન્ડાઈ ક્રેટાથી પાછળ રહી. કિઆ સેલ્ટોસના કુલ 27,650 યૂનિટ વેચાયા હતા. Hyundai Venue હ્યુન્ડાઈ વેન્યુ લિસ્ટમાં ત્રીજા ક્રમે રહી. વેન્યૂના 20,372 યૂનિટ વેચાયા હતા. કમાણીના મામેલ આ કારે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાને પાછળ રાખી હતી. Vitara Brezza મારુતિની વિટારા બ્રેઝા આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. બ્રેઝાએ વેચાણ મામલે ઓગસ્ટમાં ટાટા નેક્સનને પાછળ રાખી હતી. બ્રેઝાના 19,824 યૂનિટ વેચાયા હતા. Tata Nexon ઓગસ્ટ સૌથી વધુ વેચાયેલી કારમાં ટાટા નેક્સન પાંચમા ક્રમે રહી હતી. આ કારના 13,169 યૂનિટ વેચાયા હતા.
વધુ વાંચો





















