શોધખોળ કરો
Advertisement
Hyundai Creta ખરીદવા કેટલું ડાઉન પેમેન્ટ ? દર મહિને આટલા રુપિયા EMI આવશે, જાણી લો
સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઈના વાહનો ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ તહેવારોની સિઝનમાં હ્યુન્ડાઈની કાર સૌથી વધુ વેચાતા વાહનોની યાદીમાં ટોચ પર છે.
Hyundai Creta on EMI: સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરિંગ કંપની હ્યુન્ડાઈના વાહનો ભારતીય બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ તહેવારોની સિઝનમાં હ્યુન્ડાઈની કાર સૌથી વધુ વેચાતા વાહનોની યાદીમાં ટોચ પર છે. Hyundai Creta ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. ભારતમાં આ કારની લોકપ્રિયતા સતત વધી રહી છે. હ્યુન્ડાઈ ક્રેટાએ ઓક્ટોબર 2024માં 17,497 યુનિટ્સનું વેચાણ કર્યું છે. કંપનીએ આ કારનું લેટેસ્ટ મોડલ વર્ષ 2024ની શરૂઆતમાં જ લોન્ચ કર્યું હતું. આ કાર લોન્ચ થયા બાદથી જ લોકોની ફેવરિટ કારની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
EMI પર Hyundai Creta કેવી રીતે ખરીદશો ?
- Hyundai Cretaની એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ-વેરિઅન્ટની કિંમત 20.30 લાખ રૂપિયા સુધી જાય છે. જો તમે આ કારનું E (પેટ્રોલ) વેરિઅન્ટ ખરીદો છો, જેની ઓન-રોડ કિંમત 12.74 લાખ રૂપિયા છે, તો તમારે 1,27,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરવું પડશે. ડાઉન પેમેન્ટ કર્યા પછી, EMI તરીકે દર મહિને એક નિશ્ચિત રકમ બેંકમાં જમા કરાવવાની રહેશે.
- Hyundai Cretaના આ પેટ્રોલ વેરિઅન્ટને ખરીદવા માટે 11,46,662 રૂપિયાની લોન લેવી પડશે. બેંક આ લોન પર 8 ટકાથી 18 ટકા સુધીનું વ્યાજ વસૂલી શકે છે. તમે તમારી અનુકૂળતા મુજબ લોનની ચુકવણી માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકો છો.
- જો આ હ્યુન્ડાઈ કાર માટે ચાર વર્ષ માટે લોન લેવામાં આવે તો દર મહિને 9 ટકા વ્યાજ પર 28,535 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
- જો તમે Hyundai Creta ખરીદવા માટે બેંકમાંથી પાંચ વર્ષની લોન લો છો, તો તમારે દર મહિને 9 ટકાના વ્યાજ પર લગભગ 23,800 રૂપિયા જમા કરાવવા પડશે.
- જો તમારી કાર લોનનો સમયગાળો છ વર્ષનો છે, તો દર મહિને 20,700 રૂપિયા હપ્તા તરીકે જમા કરાવવા પડશે.
- જો તમે હ્યુન્ડાઈ ક્રેટા ખરીદવા માટે સાત વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને 18,449 રૂપિયાની EMI ચૂકવવી પડશે.
- Hyundai Creta ખરીદવા માટે કાર લોન માટે ડાઉન પેમેન્ટની રકમ દરેક બેંકમાં બદલાઈ શકે છે. ઉપરાંત, EMIની રકમમાં તફાવત હોઈ શકે છે.
હીરોની આ બાઈકના દરરોજ વેચાઈ રહ્યા છે હજારો યુનિટ, લોકોમાં ખૂબ લોકપ્રિય છે આ બાઇક, જાણો તેની કિંમત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement