શોધખોળ કરો
Advertisement
ફક્ત 10 હજારમાં હ્યુન્ડાઇની Auraનું બુકિંગ શરૂ, 21 જાન્યુઆરીએ થશે લોન્ચ
આ કારનું બુકિંગ ફક્ત 10 હજાર રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ જો તમે કોમ્પૈક્ટ સેડાનમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં હ્યુન્ડાઇ ઇન્ડિયાએ કોમ્પૈક્ટ સેડાન ‘ઔરા’નું બુકિંગ શરૂ કરી દીધું છે. આ કારનું બુકિંગ ફક્ત 10 હજાર રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે.
હ્યુન્ડાઇ તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે ઓરા કંપનીની વેબસાઇટ અથવા કંપનીના ડિલરશીપ મારફતે બુક કરી શકાય છે. કંપનીના નિર્દેશક (વેચાણ, સેવા) તરુણ ગર્ગે ક્હ્યું કે, કંપનીએ ઔરાનું બુકિંગ શરૂ કરીને નવા દાયકાની શરૂઆત કરી છે.
તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે ઔરા આ કેટેગરીમાં પોતાની મંઝીલ સ્થાપિત કરશે. આ કારને બજારમાં 21 જાન્યુઆરીએ લોન્ચ કરાશે. નોંધનીય છે કે ગત 19 ડિસેમ્બરના રોજ હ્યુન્ડાઇએ આ કારની પ્રથમ ઝલક બતાવી હતી. ઔરાની કિંમત 6-9 લાખ રૂપિયા વચ્ચે રહેવાની આશા છે. હ્યુન્ડાઇ Auraના ફિચર્સની વાત કરવામાં આવે તો Grand i10 Niosના પ્લેટફોર્મ પર ડેવલપ કરવામાં આવી છે. આ કાર પેટ્રોલ અને ડિઝલ બંન્ને વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.Light Up every drive with the stunning Z shaped LED Tail lamps of #HyundaiAURA and get ready to shine. Bookings Open Now! Click here to know more https://t.co/mF1wiyUHG4 pic.twitter.com/nl2oK9Frn5
— Hyundai India (@HyundaiIndia) January 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement