Hyundai Tucson Price: હ્યુન્ડાઈ આ તારીખે Tucson ની કિંમત કરશે જાહેર, ઓફિશિયલ બુકિંગ શરૂ
2022 હ્યુન્ડાઇ ટકસનમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન સાથે ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે તેમજ તેમાં 360 ડિગ્રી કેમેરા, વેન્ટીલેટેડ સીટ, વાયરલેસ ચાર્જર સાથે બોઝ ઓડિયો સપોર્ટ હશે.
Hyundai Tucson Booking: હ્યુન્ડાઇએ તેની બહુ પ્રતિક્ષિત એસયુવી ટક્સનનું બુકિંગ આજથી શરૂ કરી દીધું છે. કંપની 4 ઓગસ્ટ, 2022 ના રોજ તેની કિંમતો જાહેર કરશે. તમે 50 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટ આપીને બુકિંગ કરાવી શકો છો. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલી સંપૂર્ણ વિગતો.
વાયરલેસ ચાર્જર અને બોઝ ઓડિયો સપોર્ટ
2022 હ્યુન્ડાઇ ટકસનમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન સાથે ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર હશે તેમજ તેમાં 360 ડિગ્રી કેમેરા, વેન્ટીલેટેડ સીટ, વાયરલેસ ચાર્જર સાથે બોઝ ઓડિયો સપોર્ટ હશે.
Hyundai Tucson SUV એન્જિન
ભારતમાં હુન્ડાઇ ટક્સનને પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવી છે. 2.0 લિટર પેટ્રોલ એન્જિન 156 પીએસનો પાવર અને 192 એનએમનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરી શકે છે. 2.0 લિટર ડીઝલ એન્જિન 186 પીએસ પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરશે. તેમાં બે ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે, એકમાં 6 સ્પીડ અને બીજામાં 8 સ્પીડ ઓપ્શન મળશે. આ કારના ટોપ મોડલમાં ઓલ-વ્હીલ-ડ્રાઇવની ખૂબી જોવા મળશે.
Hyundai Tucson ની કિંમત કેટલી હશે?
હ્યુન્ડાઇ 4 ઓગસ્ટ, 2022 ના રોજ Tucsonની કિંમતો જાહેર કરશે. કંપની પોતાની કિંમત 25 લાખથી 30 લાખ રૂપિયાની વચ્ચે રહેવાનો અંદાજ છે. બજારમાં આવ્યા બાદ આ એસયુવીની ટક્કર દેશના ઓટોમોબાઇલ બજારમાં સિટ્રોન સી5, જીપ કમ્પાસ અને ફોક્સવેગન ટિગુઆન સાથે થશે.
હ્યુન્ડાઇ Tucson એસયુવી 60થી વધુ સેફ્ટી ફીચર્સથી સજ્જ હશે
2022 હ્યુન્ડાઇ Tucson ઘણાં સેફ્ટી ફીચર્સથી ભરપૂર છે. હ્યુન્ડાઇ Tucson એસયુવી 60થી વધુ સેફ્ટી ફીચર્સ સાથે આવશે. જેમાં 45 ફીચર્સ માત્ર કારના બેઝ વેરિઅન્ટમાં જ જોવા મળે છે. તેમાં હિલ સ્ટાર્ટ-સ્ટોપ આસિસ્ટ, 6 એરબેગ્સ, ઇએસસી/વીએસએમ અને લેવલ 2 એડીએએસ આપવામાં આવ્યા છે. ભારતમાં તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી અનેક કાર કંપનીઓ નવા મોડલ લોન્ચ કરશે.