(Source: ECI/ABP News/ABP Majha)
Electric Car: હવે તમારું ટેન્શન દૂર! આ નવી Hyundai EV સિંગલ ચાર્જ પર 900 કિલોમીટર ચાલશે, જાણો તમામ વિગતો
Hyundai New Electric Car: Hyundai કાર નિર્માતા કંપની ઇલેક્ટ્રિક કારની દુનિયામાં હલચલ મચાવવા માટે તૈયાર છે. હવે Hyundai એવી કાર લાવવા જઈ રહી છે જે 900 કિલોમીટરથી વધુની રેન્જ આપી શકે છે.
Hyundai Electric Car: સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક વાહનોની ઘણી માંગ છે. ઘણી કાર ઉત્પાદક કંપનીઓ ભારતમાં તેમજ વૈશ્વિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ કાર તેમજ ઇલેક્ટ્રિક કારના વેરિઅન્ટ્સ લોન્ચ કરી રહી છે. હ્યુન્ડાઈ પણ આ રેસમાં પાછળ નથી. હ્યુન્ડાઈ મોટરે તેનું ધ્યાન ઇલેક્ટ્રિક કાર પર કેન્દ્રિત કર્યું છે. આ સાથે હ્યુન્ડાઈ વાહનોને હાઈબ્રિડ મોડમાં લાવવાની રણનીતિ પણ તૈયાર કરી રહી છે.
હ્યુન્ડાઈના નિશાન પર ઇલેક્ટ્રિક કાર
હ્યુન્ડાઈ મોટરે આગામી વર્ષો માટે કંપનીની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 5.55 મિલિયન વાહનો વેચવાનું છે. ઓટોમેકર્સનો ઉદ્દેશ્ય 5.55 મિલિયન કારમાં 2 મિલિયન ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો છે.
નવી 21 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં આવશે
Hyundai Motor નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવી ઇલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જિંગમાં 900 કિલોમીટરથી વધુની રેન્જ આપી શકે છે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં 21 ઇલેક્ટ્રિક કાર બનાવવાનું છે. આ સાથે કંપની આ ઈલેક્ટ્રિક કારમાં વપરાતી બેટરીની કિંમત ઘટાડવા પર પણ ધ્યાન આપી રહી છે. એટલે કે હ્યુન્ડાઈ ઇલેક્ટ્રિક માર્કેટમાં પોતાનો દબદબો બનાવવા માટે તૈયારી કરી રહી છે. આગમી વર્ષોમાં હ્યુન્ડાઈ ઘણા નવા વાહનો લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જેમાં ઇલેક્ટ્રિક વાહનોની સાથે સાથે હાઇબ્રીડ વાહનો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ EV ભારતમાં સામેલ કરવામાં આવશે
Hyundai Motor ભારતમાં SUVની સાથે ઇલેક્ટ્રિક મોડલ પણ લાવશે. કંપની Kona અને Ioniq 5 પછી ભારતીય બજારમાં પ્રથમ માસ માર્કેટ EV લાવવા જઈ રહી છે. Creta EV હ્યુન્ડાઈની સૌથી મોટી લોન્ચિંગ કારમાંથી એક હોઈ શકે છે. Creta EV સિવાય અન્ય ઘણા નવા મોડલ ભારતીય માર્કેટમાં જોવા મળી શકે છે.
Creta EVનું ઉત્પાદન આ વર્ષે શરૂ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક કાર આવતા વર્ષે 2025માં ભારતીય બજારમાં પ્રવેશ કરી શકે છે. Hyundai એવા EV પર કામ કરી રહી છે, જેથી લોકોએ તેમને ચાર્જ કરવાનું ન્યૂનતમ ટેન્શન લેવું પડે.