2023 Hyundai Verna: આવતીકાલે લોન્ચ થવા જઈ રહી છે ન્યૂ જનરેશન Hyundai Verna, ADASથી સજ્જ
આ કારનો મુકાબલો Skoda Slavia, Volkswagen Virtus, Maruti Suzuki Ciaz અને Facelifted Honda City જેવી કાર સાથે થશે. હોન્ડાએ હાલમાં જ તેની સિટી સેડાનનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે.
Hyundai Verna Launch: Hyundai Motor India આવતીકાલે એટલે કે 21મી માર્ચે દેશમાં તેની નવી પેઢીની વર્ના સેડાન લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની તસવીરો લોન્ચ પહેલા ઘણી વખત સામે આવી ચુકી છે. થોડા સમય પહેલા આ કારના ઈન્ટિરિયરની વિગતો પણ લીક થઈ હતી, જેમાં તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ માહિતી સામે આવી હતી.
કેવા હશે ફીચર્સ?
2023ની નવી પેઢીના વર્નામાં ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ હશે, જેમાં 10.25-ઇંચનું સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ શામેલ હશે. આટલું મોટું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ફોટેનમેન્ટ યુનિટ પહેલીવાર મધ્યમ કદની સેડાનમાં જોવા મળશે. તેમાં ઈકો, નોર્મલ અને સ્પોર્ટ જેવા ત્રણ ડ્રાઈવિંગ મોડ મળશે. આ સાથે એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) પણ ઉપલબ્ધ હશે, જેમાં ઓટોનોમસ ઈમરજન્સી બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ, એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ જેવી સુવિધાઓ સામેલ હશે. સુરક્ષા માટે 6 એરબેગ્સ, EBD સાથે ABS, VSM, ટ્રેક્શન કંટ્રોલ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળશે.
પાવરટ્રેન
નવી વર્નામાં હાલનું 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળશે, જે 115 PS પાવર અને 144 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત નવા 1.5-લિટર ટર્બો પેટ્રોલ એન્જિનનો વિકલ્પ હશે, જે 160 PS પાવર અને 253 Nm ટોર્ક જનરેટ કરી શકે છે. તેમાં સ્ટાન્ડર્ડ તરીકે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને વૈકલ્પિક તરીકે 7-સ્પીડ DCT ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે.
કોની સાથે થશે ટક્કર?
આ કાર Skoda Slavia, Volkswagen Virtus, Maruti Suzuki Ciaz અને Facelifted Honda City જેવી કાર સાથે સ્પર્ધા કરશે. હોન્ડાએ તાજેતરમાં તેની સિટી સેડાનનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે, જે બે પેટ્રોલ એન્જિનની પસંદગી સાથે હાઇબ્રિડ સિસ્ટમથી સજ્જ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 11.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
કેવો હશે દેખાવ?
નવી 2023 Hyundai Vernaને નવી ડિઝાઇન મળશે, જેમાં નવા Tucson જેવી નવી પેરામેટ્રિક જ્વેલ ડિઝાઇન ગ્રિલ મળશે. તેમાં ફાસ્ટબેક, ફુલ LED હેડલેમ્પ્સ, રિવાઇઝ્ડ ફ્રન્ટ બમ્પર અને સ્પ્લિટ ટેલલેમ્પ્સ સાથે ટેપર્ડ રૂફ મળશે. આ કાર વર્તમાન વર્ના કરતા લાંબી અને પહોળી હશે અને તેમાં વધુ કેબિન સ્પેસ અને બૂટ સ્પેસ મળશે.
આ પણ વાંચો: Ola Electric: Ola લઈને આવી શાનદાર વીકેંડ ઓફર, મેળવો આ લાભ
Ola Electric Weekend Offer: ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતા ઓલા ઈલેક્ટ્રીકે નવા ગ્રાહકોને Ola S1 અને Ola S1 Pro તરફ આકર્ષિત કરવાના હેતુથી એક્સચેન્જ વીકએન્ડ ઓફરની જાહેરાત કરી છે. કંપનીએ આ ઓફરની જાહેરાત ટ્વિટર પોસ્ટ દ્વારા કરી અને પોસ્ટમાં લખ્યું, "અહીં વીકએન્ડ પ્લાન છે. ઓલા એક્સપિરિયન્સ સેન્ટર પર આવો તમારું પેટ્રોલ ટુ-વ્હીલર છોડી દો અને ભારતની નંબર 1 ઈ-ટુ-વ્હીલર રાઈડનો ઝીરો વધારામાં આનંદ લો.
ઓફર માત્ર બે દિવસ માટે
Olaની આ વીકએન્ડ ઓફર ફક્ત 18 માર્ચ અને 19 માર્ચ માટે ઉપલબ્ધ છે. તેના દ્વારા ગ્રાહકોને 10,000 રૂપિયા સુધીના એક્સચેન્જ બોનસનો લાભ પણ મળી શકે છે. કંપનીની ટ્વિટર પોસ્ટ અનુસાર આ ઑફર દેશના પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ હશે, પરંતુ આ શહેરોના નામ આપવામાં આવ્યા નથી.
એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મળશે
Ola Electric ના અધિકૃત વેબપેજ પર જણાવવામાં આવ્યું છે કે, એક્સચેન્જ બોનસનો લાભ બાકીના ભારત માટે ₹5,000 હશે. બીજી તરફ જે ગ્રાહકો તેમના વર્તમાન પેટ્રોલ ટુ વ્હીલરને એક્સચેન્જ કરવા માગે છે તેઓ રૂ. 45,000 સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
કિંમત અને રંગ વિકલ્પો
Ola S1 Proની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.40 લાખ છે, જે ઘણા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં પોર્સેલિન વ્હાઇટ, ખાકી, નીઓ મિન્ટ, કોરલ ગ્લેમ, જેટ બ્લેક, માર્શમેલો, લિક્વિડ સિલ્વર, મિલેનિયલ પિંક, એન્થ્રાસાઇટ ગ્રે, મિડનાઇટ બ્લુ અને મેટ બ્લેકનો સમાવેશ થાય છે.
પાવરટ્રેન
Ola S1 Pro ઈ-સ્કૂટર પ્રતિ ચાર્જ 170 કિમી સુધીની રેન્જ ધરાવે છે. આ સ્કૂટર માત્ર 2.9 સેકન્ડમાં 0 થી 40 kmphની સ્પીડ હાંસલ કરી શકે છે. આ સ્કૂટરનો બેટરી ચાર્જિંગ સમય 6.5 કલાકનો છે. તે ઇકો, નોર્મલ, સ્પોર્ટ્સ અને હાઇપર જેવા ડ્રાઇવિંગ મોડ્સ મેળવે છે.
Ola S1ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 99,999 રૂપિયા છે. આ સ્કૂટર માત્ર 3.6 સેકન્ડમાં 0 થી 40 kmphની સ્પીડ હાંસલ કરવામાં સક્ષમ છે. તેની ટોપ સ્પીડ 90 kmph છે. સ્કૂટરમાં ફીટ કરેલી મોટર મહત્તમ 8.5 kW નો પાવર જનરેટ કરે છે. તેની રેન્જ 121 કિમી પ્રતિ ચાર્જ છે.બંને વેરિએન્ટમાં 3.92 kWhનો બેટરી પેક આપવામાં આવ્યો છે.
કંપની ફ્રન્ટ ફોર્ક રિપ્લેસમેન્ટ કરશે
ઓલાએ તાજેતરમાં ટ્વિટર પર તેના S1 અને S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે ફ્રન્ટ ફોર્કસના ફ્રી રિપ્લેસમેન્ટની જાહેરાત કરી હતી. ગ્રાહકો આ ઓલા એક્સપિરિયન્સ સેન્ટરમાં મફતમાં અપગ્રેડ કરી શકશે, જેના માટે એપોઇન્ટમેન્ટ બુકિંગ 22 માર્ચ, 2023થી શરૂ થશે.