CNG Cars In India: આ છે CNG કાર ખરીદવાના સૌથી શ્રેષ્ઠ વિકલ્પ, 5 લાખથી પણ ઓછી છે પ્રારંભિક કિંમત
CNG Cars: અમે તમને બજારમાં હાજર કેટલીક સીએનજી કારના વિકલ્પ જણાવી રહ્યા છીએ. આ કાર ઓછા ખર્ચમાં સારી માઇલેજ આપે છે.
Best Mileage CNG Cars in India: જો તમે ઓછી કિંમતમાં હાઈ-એન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક કાર અથવા તેના CNG કારનો વિકલ્પ છે. હાલમાં ઇલેક્ટ્રિક કાર ઘણી મોંઘી છે, પરંતુ તમારી પાસે ઓછી કિંમતે CNG કાર ખરીદવાનો વિકલ્પ છે. આવી સ્થિતિમાં, જો તમે વિચારી સીએનજી કાર ખરીદવાનું વિચારતા હો તો બજારમાં હાજર કેટલીક સીએનજી કારના વિકલ્પો જણાવી રહ્યા છીએ. આ કાર ઓછી કિંમતમાં સારી માઈલેજ આપે છે.
Maruti Suzuki Alto: સીએનજીમાં માઇલેજ મુદ્દે મારુતિ સુઝુકી અલ્ટો સીએનજીનું નામ મોખરે છે. આ સીએનજી વેરિઅન્ટ કાર 31.5 કિમી પ્રતિ કિલોની માઈલેજ આપે છે. મારુતિ સુઝુકી અલ્ટો 796 cc, 3 સિલિન્ડર F8D એન્જિન દ્વારા સંચાલિત છે. CNG વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 4,76,500 રૂપિયા (દિલ્હી એક્સ-શોરૂમ) છે
Maruti WagonR: મારુતિ સુઝુકીની હેચબેક કાર વેગનઆરનું સીએનજી વેરિઅન્ટ મારુતિ વેગનઆર સીએનજી ભારતમાં સૌથી વધુ વેચાતી કારમાં સામેલ છે, તે પણ એક સારો વિકલ્પ છે. WagonRની કિંમત 4.93 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે પેટ્રોલ અને CNG બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ વેરિઅન્ટનું માઈલેજ 21.79 kmpl છે અને CNG વેરિઅન્ટનું માઈલેજ 32.52 kmpl છે. તેમાં 1.0 લિટર અને 1.2 લિટર એન્જિન, બે વિકલ્પો છે.
Hyundai Santro : હ્યુન્ડાઈ સેન્ટ્રો એક પોકેટ ફ્રેન્ડલી હેચબેક કાર છે, જેમાં કંપની CNG વેરિઅન્ટ પણ ઓફર કરે છે. આ કાર CNG પર 29 km/kg ની માઇલેજ આપી શકે છે. કિંમત વિશે વાત કરીએ તો તેના CNG વેરિઅન્ટની કિંમત 599,900 રૂપિયાથી શરૂ થાય છે, જે 621,100 રૂપિયા સુધી જાય છે.
Hyundai Grand i10 Nios & Aura : Hyundai Grand i10 Nios 1.2 લીટરનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. તે એક કિલો સીએનજીમાં 25 કિમી સુધી જઈ શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 6.99 લાખ રૂપિયા છે. તેમાં 1197 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 5 સીટર હેચબેક કાર છે. જ્યારે ઓરા હ્યુન્ડાઈની સેડાન કાર છે. તે એક કિલો સીએનજીમાં 28 કિમી સુધી માઇલેજ આપે છે. આ 5 સીટર કાર છે. તેની પ્રારંભિક કિંમત 7.66 લાખ રૂપિયા છે.