Bike: દમદાર એન્જિન અને ધાંસૂ ફિચર્સ સાથે આવી આ સુપરબાઇક, જાણો કેટલી છે કિંમત ?
KTM 1290 Super Adventure S: 1301ccના V-ટ્વીન એન્જિનની સાથે રડાર-બેઝ્ડ એડઝેસ્ટેબલ ક્રૂઝ કન્ટ્રૉલ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
KTM 1290 Super Adventure S: દમદાર સ્પોર્ટ્સ બાઇક બનાવનારી કંપની કેટીએમે પોતાની બાઇક 1290 સુપર એડવેન્ચર એસના 2023 વેરિએન્ટને ગ્લૉબલ માર્કેટમાં લૉન્ચ કરી દીધુ છે. અપડેટેડ વર્ઝનમાં રાઇડિંગ પૉઝિશન પર ખુબ ધ્યાન આપવામાં આવ્યુ છે. જેથી બાઇક ચલાવનારા વ્યક્તિને કન્ફોર્ટેબલ રાઇડિંગનો અનુભવ થશે. આમાં 1301ccના V-ટ્વીન એન્જિનની સાથે રડાર-બેઝ્ડ એડઝેસ્ટેબલ ક્રૂઝ કન્ટ્રૉલ સિસ્ટમ પણ આપવામાં આવી છે.
કેવો છે લૂક ?
આમાં જુના વર્ઝનની જેમ જ ખુબ આકર્ષક લૂક આપવામાં આવ્યો છે, જેમાં ડીઆરએલની સાથે એલઇડી હેડલેમ્પ, સ્લૉપિંગ ફ્યૂલ ટેન્ક, પહોળા હેન્ડલબાર, સ્પ્લિટ-ટાઇપ સીટ્સ, સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે ટિલ્ટ-એડઝેસ્ટેબલ 7.0- ઇંચની TFT ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, પાતળુ ટેલ સેક્શન, સ્મૂથ LED ટેલલેમ્પ, ઉપસેલી વિન્ડસ્ક્રીન, અપસ્વેપ્ટ એક્ઝૉસ્ટ સિસ્ટમ અને વાયર-સ્પૉક વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
કેવુ છે એન્જિન ?
નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S બાઇકમાં એક દમદાર 1301cc નુ લિક્વિડ કૂલ્ડ, V-ટ્વીન, 75- ડિગ્રી એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ એન્જિન 158hp નો પાવર અને 138 ન્યૂટન મીટરનો ટૉર્ક આઉટપુટ આપે છે, ટ્રાન્સમિશન માટે PAASC સ્લિપર ક્લચની સાથે 6- સ્પીડ ગિયરબૉક્સ મળે છે, આ બાઇક 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ માત્ર 3.3 સેકન્ડમાં પ્રાપ્ત કરી શકે છે. આની મેક્સિમમ સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે.
શું છે ફિચર્સ ?
નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S માં સેફ્ટીનુ ખુબ ધ્યાન રાખવામાં આવ્યુ છે, આમાં એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ (ABS), કેટલાય રાઇડિંગ મૉડ્સ, બન્ને વ્હીલ્સ પર ડિસ્ક બ્રેકની સાથે સાથે કૉર્નરિંગ ટ્રેક્શન કન્ટ્રૉલ, રડાર-બેઝ્ડ ક્રૂઝ કન્ટ્રૉલ અને ફ્રન્ટમાં 48mm નો "WP SAT" ઇનવર્ટેડ ફૉર્ક્સ અને રિયરમાં એક "WP SAT" મોનો-શૉક યૂનિટ પણ સામેલ કરવામાં આવ્યો છે.
કેટલી છે કિંમત ?
હાલમાં નવી 2023 KTM 1290 સુપર એડવેન્ચર S બાઇકની કિંમતની જાણકારી નથી આપવામાં આવી, આ ખુલાસો આના લૉન્ચિંગના સમયે જ થશે, અત્યારે અમેરિકન માર્કેટમાં આની કિંમત 16.13 લાખ ભારતીય રૂપિયાની બરાબર છે, ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય માર્કેટમાં કેટલીય કંપનીની સુપરબાઇક આવી ચૂકી છે, અને તેની કિંમત પણ વધુ રહે છે. એક સર્વે પ્રમાણે હવે ભારતીયોમાં સુપર સ્પોર્ટસ્ બાઇકનો ક્રેઝ વધી રહ્યો છે.