શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મારુતિ સુઝુકીની નવી Swiftનો ફોટો થયો લીક, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ
સવીર જોઈને અંદાજ લગાવી શકાય કે, નવા મોડલમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. તેના ફ્રંટમાં નવી હનીકોમ્બ મેશ રેડિએટર ગ્રિલ જોવા મળી શકે છે.
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકી તેની લોકપ્રિય હેચબેક કાર Swift પર કામ કરી રહી છે. તેનું ફેસલિફ્ટ વર્ઝન ટૂંક સમયમાં લોન્ચ થઈ શકે છે. પરંતુ લોન્ચિંગ પહેલા Swift ફેસલિફ્ટનો ફોટો ઓનલાઈન લિક થઈ ગયો છે. જેનાથી કારી કેટલીક જાણકારી સામે આવી છે.
આ તસવીર સ્વિફ્ટ ફેસલિફ્ટ બ્રોશરની સ્કેન કોપી છે. તસવીર જોઈને અંદાજ લગાવી શકાય કે, નવા મોડલમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. તેના ફ્રંટમાં નવી હનીકોમ્બ મેશ રેડિએટર ગ્રિલ જોવા મળી શકે છે. આ ઉપરાંત ક્રોમનો યૂઝ જોવા મળે છે. એટલું જ નહીં નવા મોડલમાં નવું ફ્રંટ બંપર પણ રિવાઈઝ્ડ કરવામાં આવ્યું છે અને ડ્યૂલ ટોન અલોય વ્હીલ જોવા મળી રહ્યા છે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફેસલિફ્ટમાં સૌથી મોટો બદલાવ તેના એન્જિનમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નવા મોડલમાં 1.2 લીટર ડ્યૂલજેટ, ડ્યૂલ વીવીટી પેટ્રોલ એન્જિન હશે. જે 89 બીએચપીના પાવર અને 113 એનએમનો ટોર્ક જનરેટ કરશે. મેન્યુઅલ ગિયર બોક્સની સાથે આ એન્જિન 23.26 kmplની માઈલેજ અને ઓટોમેટિક ગિયર શિફ્ટ (AGS)ની સાથે 24.12 kmplની માઈલેજ આપશે.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ ફેસલિફ્ટનો મુકાબલો હ્યુન્ડાઈ સેન્ટ્રો સાથે થશે. સેન્ટ્રોની એક્સ શો રૂમ દિલ્હી કિંમત 4.57 લાખ રૂપિયાથી લઈ 6.20 લાખ રૂપિયા વચ્ચે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion