શોધખોળ કરો
ગાડીઓ વેચવા માટે Maruti Suzuki લાવી આ શાનદાર સ્કીમ, ઓછા EMI પર ખરીદી શકશો કાર
લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહિનાથી ઓટો કંપનીઓની ઈન્કમમાં ઘટાડો જોવા મળ્યો છે.
![ગાડીઓ વેચવા માટે Maruti Suzuki લાવી આ શાનદાર સ્કીમ, ઓછા EMI પર ખરીદી શકશો કાર maruti suzuki offering low emi scheme to purchase car ગાડીઓ વેચવા માટે Maruti Suzuki લાવી આ શાનદાર સ્કીમ, ઓછા EMI પર ખરીદી શકશો કાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/27165805/Car.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રીઝને પણ ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો છે. ઘણા મહિનાથી ઓટો કંપનીઓની ઈન્કમમાં ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી પોતાના ગ્રાહકો લોભામણી અને વેચાણ વધારવા માટે ઘણી સ્કીમો લાવી છે. આ માટે કંપનીએ આઈસીસીઆઈ બેંકની સાથે કરાર પણ કર્યો છે.
ફ્લેક્સી EMI
આ સ્કીમમાં કંપની ગ્રાહકોને શરૂઆતમાં ઓછા ઈએમઆઈ ભરવાની સુવિધ આપી રહી છે. આના આધારે ઈઆમઆઈ શરૂઆતના ત્રણ મહિના માટે એક લાખ રૂપિયાની લોન પર 899 રૂપિયાથી શરૂ થશે. પરંતુ ત્રણ મહિના પછી આ રકમ વધી જશે.
બલૂન EMI
આ ઓફરમાં મારૂતિની કાર ખરીદી પર કસ્ટમર્સને ઓછો હપ્તો ભરવો પડશે જો કોઈ ગ્રાહક આ ઓફર પર કાર ખરીદે છે તો છેલ્લા હપ્તા સિવાય પ્રતિ લાખ રૂપિયાની લોન પર 1797 રૂપિયાનો હપ્તો ભરવો પડશે અને છેલ્લો ઈએમઆઈ લોનની રકમનો ચોથો હિસ્સો હશે.
સ્પેટ EMI
મારૂતિ સુઝુકી અને આઈસીઆઈસીઆઈની આ સ્કીમ માટે કસ્ટમર્સને તેની ઈન્કમ વધવાની સાથે-સાથે દર વર્ષે 10 ટકા સુધીના ઈએમઆઈ વધારવાની સુવિધા મળશે. આ ઓફરમાં પહેલા વર્ષનો હપ્તો 1752 પ્રતિ લાખ રૂપિયાથી શરૂ કરવામાં આવી શકશે જોકે દર વર્ષે 10 ટકાના હિસાબથી વધશે. કંપનીની આ સ્કીમ ગ્રાહકો પાંચ વર્ષની લોન લઈ શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)