અત્યાર સુધીની સૌથી એડવાન્સ EV, મારૂતિ કરશે લોન્ચ, જાણો લોન્ચિંગ ડેટ, ફિચર્સ અને કિંમત
Maruti e-Vitara:કંપનીએ ઇ-વિટારાને સ્પેશિયલ પર્પઝ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. તેને શરૂઆતથી ઇલેક્ટ્રિક કાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે તે કોઇ પેટ્રોલ મોડેલનું ઇલેક્ટ્રિક કન્વર્જન નથી

Maruti e-Vitara:મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર, ઇ-વિટારા, ની રાહ આખરે પૂરી થઈ રહી છે. લાંબી રાહ જોયા પછી, કંપની તેની પહેલી ઇલેક્ટ્રિક કાર, ઇ-વિટારા લોન્ચ કરી રહી છે. કંપનીએ સૌપ્રથમ આ મોડેલને ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં શો કર્યું હતું, અને તેનું લોન્ચિંગ હવે ડિસેમ્બર 2025 માં થવાનું છે. કંપનીએ તેને સ્પેશિયલ સ્પેશિયલ પર્પઝ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક પ્લેટફોર્મ પર બનાવ્યું છે, જેનો અર્થ એ છે કે, તેને શરૂઆતથી જ ઇલેક્ટ્રિક કાર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે તે કોઇ પેટ્રોલ મોડેલનું ઇલેક્ટ્રિક કન્વર્જન નથી.
કેવી છે Maruti e-Vitara?
મારુતિ ઇ-વિટારાનો આકાર તેને એક બેલેસ્ડ અને પ્રેક્ટિકલ SUV બનાવે છે. તેની લંબાઈ 4275 mm, પહોળાઈ 1800 mm અને વ્હીલબેઝ 2700 mm છે. તેની ડિઝાઇન પરંપરાગત મારુતિ SUV સ્ટાઇલની સાથે એક મોર્ડન અને ફ્યુચરિસ્ટિક લુક પેશ કરે છે. આ કારનું પ્રોડકશન ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થઈ ગયું છે, જ્યાં મારુતિ અનેક વૈશ્વિક મોડેલોની નિકાસ કરે છે. કંપનીએ ઇ-વિટારા માટે ઉચ્ચ ઉત્પાદન લક્ષ્ય નક્કી કર્યું છે, કારણ કે તે 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે.
બેટરી અને રેન્જ
મારુતિ ઇ-વિટારા બે બેટરી પેક વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે - 49kWh અને 61kWh. ટોપ વેરિઅન્ટમાં લગભગ 500 કિલોમીટરની રેન્જ હોવાની અપેક્ષા છે, જે તેને તેના સેગમેન્ટમાં સૌથી લાંબી રેન્જવાળી ઇલેક્ટ્રિક SUV બનાવે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી પણ હશે, જેનાથી બેટરી ટૂંકા સમયમાં 80% સુધી ચાર્જ થઈ શકશે. કંપનીનો દાવો છે કે, ઇ-વિટારા શહેર અને હાઇવે ડ્રાઇવિંગ બંનેમાં ઉત્તમ પ્રદર્શન આપશે.
મારુતિ ઇ-વિટારાને અત્યાર સુધીની સૌથી વધુ ફીચર-લોડેડ SUV માનવામાં આવે છે. તેમાં 7 એરબેગ્સ, ADAS લેવલ 2 ડ્રાઇવર આસિસ્ટનન્ટ સિસ્ટમ વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત અનેક ટેકનોલોજી અને વોયસ કમાંડ સપોર્ટ પણ હશે.
આ વાહનની કિંમત શું છે?
મારુતિ સુઝુકી ઇ-વિટારા કંપનીની અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોડક્શન એસયુવી હશે. તે ગ્રાન્ડ વિટારા અને વિક્ટોરિયાસથી ઉપર હશે. જ્યારે કિંમત હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, તે ₹25 લાખથી ₹30 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે શરૂ થવાની ધારણા છે. આ કિંમતે, ઇ-વિટારા હ્યુન્ડાઇ ક્રેટા EV, ટાટા કર્વ EV, મહિન્દ્રા XUV400 Pro અને MG ZS EV જેવી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV સાથે સ્પર્ધા કરશે.





















