Mercedes એ લોન્ચ કરી A45S કાર, 3 સેકંડમાં જ પકડે છે આટલી સ્પીડ, જાણો કેટલી છે કિંમત
Mercedes-Benz: મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેંકે કહ્યું, અમે નવી મર્સિડીઝ-એએમજી એ 45 4મૈટિક+ ને ઉતારવાની સાથે નવી એ-ક્લાસ શ્રેણીને મજબૂત કરી રહી છે.
Mercedes-Benz New Car A45S: જર્મનીની લકઝરી કાર કંપની મર્સિડીઝ બેન્ઝે શુક્રવારે પોતાની કોમ્પેક્ટ કાર એએમજી એ 45 એસ4મૈટિક+ લોન્ચ કરી છે. તેની શોરૂમ કિંમત 79.50 લાખ રૂપિયા છે. મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું, આ મોડલ 2 લીટર ટર્બોચાર્જ્ડ એન્જિન દ્વારા સંચાલિત છે. જે 421 એચપીનો ટોર્ક જનરેટ કરે છે. આ મોડલ 3.9 સેકંડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને તેની મહત્તમ સ્પીડ 270 કિમી પ્રતિ કલાક છે.
તેમાં એએમજી સ્પીડશિફ્ટ ડીસીટી 8જી ટ્રાન્સમિશન છે. જેમાં ખાસ કરીને એએમજી એ 45 એસમાં એન્જિન જોડવામાં આવ્યું છે. અન્ય પરફોર્મંસ એન્હાંસમેંટ ફીચર્સમાં એએમજી એક્ટિવ રાઇડ કંટ્રોલ તથા એએમજી પરફોર્મંસ 4મેટિક+ ઓલ વ્હીલ ડ્રાઇવ એએમજી ટોર્ક કંટ્રોલ આપવામાં આવ્યા છે. કારમાં એક સમર્પિત ડ્રિફ્ટ મોડ પણ છે. કારમાં સ્લિપરી, કમ્ફર્ટ, સ્પોર્ટ, સ્પોર્ટ+, ઈન્ડિવિઝુઅલ અને રેસ ડ્રાઇવ મોડ છે.
આ અવસર પર મર્સિડીઝ બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ માર્ટિન શ્વેંકે કહ્યું કે, અમને નવી મર્સિડીઝ એએમજી એ 45 એસ 4મૈટિક+ ને ઉતારવાની સાથે એ-ક્લાસ શ્રેણીને મજબૂત કરી રહ્યા છીએ. દેશમાં આ સૌથી ફાસ્ટ હેચબેક કાર છે.
તેમણે કહ્યું કે, કંપની પોતાની સમગ્ર વિકાસ રણનીતિમાં નવી પેઢીની સ્પોર્ટ્સ કારના મહત્વ પર પણ ભાર આપી રહી છે. લુક્સની વાત કરીએ તો એ45 એસમાં ટ્વિન રાઉન્ડ ટેલ પાઇપ્સ, મોટા વ્હીલ્સ તથા સ્પોર્ટિયર સ્ટાંસ છે. મર્સિડીઝની આ કાર સન યલો, પોલર વ્હાઇટ, માઉન્ટન ગ્રે, ડિઝાઇનો પેટાગોનિયા રેડ, ડિઝાઇનો માઉંટેન ગ્રે મેનો અને કોસમોસ બ્લેકમાં આવે છે.
કારના ઈન્ટીરિયર્સની વાત કરીએ તો તેમાં સ્પોર્ટ્સ સીટો છે. જ્યારે કોન્ટ્રાસ્ટ ટોપસ્ટિચિંગ પણ છે. તેમાં હેડ અપ ડિસ્પ્લે પણ છે. આ ઉપરાંત 12 સ્પીકર રાઉન્ડ સિસ્ટમ અને અનેક સુવિધાનું ખાસ લિસ્ટ છે.