MG Motors EV: એમજીની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tata Nexon ને ટક્કર, જાણો કેટલી હોઈ શકે છે કિંમત
MG Upcoming Electric Car Price: ઈલેકટ્રિક વ્હીકલ મોંઘા હોય છે. જેમાં મોંઘી બેટરી અને અન્ય પાર્ટસ હોય છે. વધારે સ્થાનીકીકરણ આની કિંમતો ઘટાડશે.
![MG Motors EV: એમજીની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tata Nexon ને ટક્કર, જાણો કેટલી હોઈ શકે છે કિંમત MG Motor to launch affordable EV with 10 15 lakh soon details inside MG Motors EV: એમજીની નવી ઈલેક્ટ્રિક કાર આપશે Tata Nexon ને ટક્કર, જાણો કેટલી હોઈ શકે છે કિંમત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/10/77c59a046b944b66fc364f18a32f7aff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
MG Motor Upcoming EV: એમજી મોટર્સે તેની આગામી પ્રોડક્ટની જાહેરાત કરી છે અને ZS EV જેવી જ હોઈ શકે છે. એમજીની આગામી પ્રોડક્ટ EV છે અને ટૂંક સમયમાં લોન્ચ થવાની છે. કાર નિર્માતાએ જાહેરાત કરી છે કે તે આગામી નાણાકીય વર્ષની અંદર EV લોન્ચ કરશે. આ EVની કિંમત 10-15 લાખ રૂપિયા વચ્ચે હશે અને નિશ્ચિત રીતે એક એયસુવી હશે,. આ એક ઈલેક્ટ્રિક ક્રોસઓવર હશે અને એક ગ્લોબલ પ્લેટફોર્મ પર આધારિત હશે. પરંતુ ભારત માટે સ્થાનીક માર્કેટમાં બનેલી હશે.
ઈલેક્ટ્રિકલ વ્હીકલ માટે લોકલાઇઝેશન ખૂબ જરૂરી
ઈલેક્ટ્રિકલ વ્હીકલને આકર્ષક કિંમત આપવા માટે લોકલાઇઝેશન ખૂબ જરૂરી છે. ઈલેક્ટ્રિક વ્હીકલ મોંઘા હોય છે. જેમાં મોંઘી બેટરી અને અન્ય પાર્ટ્સ હોય છે. હાઇ લોકલાઇઝેશન આ ખર્ચને ઓછો કરશે. બેટરી, મોટર તથા અન્ય પાર્ટ્સને એમજી દ્વારા લોકલાઇઝ કરાશે અને તેનો હેતુ મોટા પાયે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રદાન કરવાનો છે.
બીજી જરૂરી વાત એ છે કે રેંજ, ડિઝાઇન અને અન્ય ચીજો આપણને ધ્યાનમાં રાખીને ડીઝાઇન કરવાની સાથે ભારત માટે બનાવી છે. જ્યારે તેની કિંમત ટાટા નેકસનની EV બરાબર છે. અમે આશા રાખીએ છીએ કે એમજી EV ક્રોસઓવર ઝેડએસની જેમ એક રેંજ રજૂ કરશે અથવા હાઈ રેંજ પ્રદાન કરશે.
કેવું હોઈ શકે છે ચાર્જિંગ નેટવર્ક
ચાર્જિંગ નેટવર્ક કેવી રીતે ચાલે છે તે જોવાનું બાકી છે. પરંતુ અમે આશા રાખીએ છીએ કે નવી એમજી EVમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા હશે અને ઘર, ઓફિસ ચાર્જિંગ માટે ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આવશે. વધતા ઈંધણ ખર્ચની સાથે EV એક સારો વિકલ્પ છે. એમજી પાસ હાલે ઝેડએસ ઉપલબ્ધ છે, જોકે તેની કિંમત વધારે હોવા છતાં વેચાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં EV કિંમતના મામલે અનેક ચીજોને બદલી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)