શોધખોળ કરો
Advertisement
નવી Land Rover Discovery Sport ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે
Discovery Sportમાં BS6, 2.0 લીટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 48-વોલ્ટ માઈલ્સ-હાઈબ્રિડ સિસ્ટમથી સજ્જ છે આ 245 bhpના પાવર અને 365 Nmનો ટૉર્ક ઉત્પન કરે છે.
નવી દિલ્હી: Land Roverએ પોતાની નવી Discovery Sport એસયૂવી ગુરુવારે ભારતમાં લોન્ચ કરી દીધી છે. અનેક નવા અને શાનદાર ફીચર્સ આ કારમાં આપવામાં આવ્યા છે.
Discovery Sportમાં BS6, 2.0 લીટરનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 48-વોલ્ટ માઈલ્સ-હાઈબ્રિડ સિસ્ટમથી સજ્જ છે આ 245 bhpના પાવર અને 365 Nmનો ટૉર્ક ઉત્પન કરે છે. જ્યારે ડીઝલ એન્જિન 177 bhp પાવર અને 430 Nmનું ટોર્ક ઉત્પન કરે છે. બન્ને એન્જિન 9-સ્પીડ ઑટોમેટિક ટ્રાન્સમિશન થી સજ્જ છે.
નવી Discovery Sportનું એક્સટીરિયર વધુ પ્રીમિયમ દેખાય છે. તેમાં પ્રીમિયમ એલઈડી હેડલાઈટ્સ અને DRLs આપવામાં આવી છે. આ સિવાય રિયર લુકને વધુ સ્પોર્ટી બનાવે છે તેની એલઈડી. આ કારનું ઈન્ટીરિયર પણ વધુ લગ્ઝરી છે અને વિવિધ ફીચર્સથી સજ્જ છે. આ કારની એક્સ શો રૂમ કીંમત 57.06 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
આ કારમાં કંપનીએ 10 ઈંચનું ટચ પ્રો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ સામેલ કરી છે. તેની સાથે તેમાં 3 સ્પોર્ટ મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ સાથે કેપેસિટિવ સ્વિચિઝ આપવામાં આવી છે. કેટલાક અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં, ક્રૂઝ કંટ્રોલ, ઑટોનૉમસ ઇમરજન્સી બ્રેકિંગ, ડ્રાઈવર કંડીશન મૉનિટર, 4 Wi-Fi હૉટસ્પૉટ અને ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ જેવા ફિચર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion