શોધખોળ કરો

Ola Electric Share: 5 દિવસમાં 75% રિટર્ન, ઓલા ઈલેક્ટ્રિક શેરના રોકાણકારો થઈ ગયા માલામાલ

Ola Electric Share: ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તેણે લિસ્ટિંગ પછી 75 ટકા વળતર આપ્યું છે. 9 ઓગસ્ટે રૂ. 76 પર લિસ્ટ થયેલો શેર રૂ. 140 સુધી જવાની ધારણા છે.

Ola Electric Share:  આજના વેપારમાં ઓલા ઈલેક્ટ્રીકનો શેર 20 ટકા ઉછળ્યો હતો અને શેર દીઠ રૂ. 133.08ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને તે અપર સર્કિટ લાગી હતી. આ તેનો લાઈફટાઈમ હાઈ છે. અગાઉના બંધ સ્તરથી રૂ. 22.18ના વધારા સાથે, તે સવારે 11:18 વાગ્યે રૂ. 133ને પાર કરી ગયો હતો અને રોકાણકારોને બમ્પર વળતર આપવાનું સાધન બની ગયો છે.

ઓલામાં આજે બમ્પર વધારો થવાનું કારણ શું છે?
હાલમાં ઓલા ઈલેક્ટ્રિકનો શેર 131.41 રૂપિયા પ્રતિ શેર પર છે અને તેમાં 20.51 રૂપિયા અથવા 18.49 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સવારે સ્ટૉકમાં 20 ટકાના ઉછાળા પછી અપર સર્કિટ લગાવવામાં આવી હતી, જેની પાછળ એવું માનવામાં આવે છે કે બ્રોકરેજ ફર્મ HSBCની નવી ટાર્ગેટ કિંમત નક્કી કરવામાં આવી રહી છે. ઓલા ઈલેક્ટ્રિકના શેર ખરીદવાની સલાહ આપતાં, HSBC એ તેને 140 રૂપિયા સુધી જવાનો ટાર્ગેટ આપ્યો છે એટલે કે BUY રેટિંગ આપ્યું છે. 

આ ઉપરાંત, 15 ઓગસ્ટના રોજ, ઓલાએ ત્રણ ઈલેક્ટ્રિક બાઇક મૉડલ- રોડસ્ટર પ્રો, રોડસ્ટર અને રોડસ્ટર એક્સ લૉન્ચ કર્યા. તેમની કિંમતો ₹74,999, ₹1,04,999 અને ₹1,99,999 થી શરૂ થાય છે. આ બાઇક ઇલેક્ટ્રિક મોટરસાઇકલ વ્હીકલ સેગમેન્ટમાં ખૂબ જ ઝડપી વેચાણ વૃદ્ધિ હાંસલ કરી શકે છે અને આ આશાને કારણે આજે સ્ટોકમાં આ નવીનતમ ઉછાળો જોવા મળ્યો છે. 2-વ્હીલર મોટરસાઇકલ સેગમેન્ટમાં કંપનીને તેના વિસ્તરણથી ફાયદો થશે તેવી આશામાં રોકાણકારો ઓલાના શેરની ભારે ખરીદી કરી રહ્યા છે. ઓલા ઈલેક્ટ્રિકના શેર અત્યાર સુધીના કુલ 5 ટ્રેડિંગ સેશનમાંથી 3 ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ પર આવ્યા છે.

ઓલા ઇલેક્ટ્રિકનું લિસ્ટિંગ ફ્લેટ, રોકાણકારો માલામલ
ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીએ તેના લિસ્ટિંગમાંથી ત્વરિત નફો ન આપ્યો હોય પરંતુ તેણે બજારમાં પ્રવેશતાની સાથે જ રોકાણકારોને સમૃદ્ધ બનાવવાનું શરૂ કર્યું. 9 ઓગસ્ટે તે રૂ. 76 પર લિસ્ટ થયો હતો અને OLA IPOની પ્રાઇસ બેન્ડ પણ રૂ. 76 હતી. ઓલાના શેરે લિસ્ટિંગ પછી 75.10 ટકા વળતર આપ્યું છે, જેમાં આજે 20 ટકા વળતર સામેલ છે. સવારે, ઓલા ઈલેક્ટ્રિકનો શેર રૂ. 121 પર ખૂલ્યો હતો, એટલે કે તેના ગેપ અપ ઓપનિંગમાં પાછલા ટ્રેડિંગ સેશન કરતાં રૂ. 10નો વધારો થયો હતો. બુધવારે તે રૂ. 110.90 પર બંધ રહ્યો હતો.

5 દિવસમાં 75 ટકા વળતર મેળવીને રોકાણકારો ખુશ 

  • ઓલા ઇલેક્ટ્રિક લિસ્ટિંગ-9 ઓગસ્ટ
  • શનિવાર-રવિવારની રજા-- 10-11 ઓગસ્ટ
  • સ્વતંત્રતા દિવસની રજા- 15મી ઓગસ્ટ
  • કુલ ટ્રેડિંગ સત્રો - 5 દિવસ
  • ઓલા ઇલેક્ટ્રિકમાં કુલ વળતર - 75.10 ટકા (અત્યાર સુધી)

ટોપ સ્ટોરી

ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું હવે થશે સરળ, સરનામુ બદલાવવા નહિ આપવી પડે ફી
ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું હવે થશે સરળ, સરનામુ બદલાવવા નહિ આપવી પડે ફી
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 
Renault Duster Hybrid vs Rivals, કિંમત અને માઈલેજમાં કોણ આગળ? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વીજળી-પાણીનું સંકટ
Hun To Bolish : હું તો બોલીશ : નવરાત્રીમાં તો દાંડિયા હોય દંડા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બીમાર હોસ્પિટલોમાં પ્રશાસન લાચાર
Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડાનો ખતરો! દેશનાં આ રાજ્યો માટે IMDની ચેતવણી
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
France Violent: ફ્રાન્સમાં હિંસક પ્રદર્શનો વચ્ચે ભારતે જાહેર કરી એડવાઈઝરી, ટ્રમ્પના નિવેદન પર ભડક્યા મેક્રોન
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
ડેટા લીક બાદ SBIમાં તમારુ એકાઉન્ટ સુરક્ષિત છે કે નહીં? બેન્કે પોસ્ટ કરી આપી જાણકારી
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
IND vs NZ: વૈભવને પ્લેઈંગ-11માં સ્થાન મળવું મુશ્કેલ, વરુણની વાપસી પર નજર
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Numerology: 16 સહિત આ બર્થ ડેટ ઘરાવતા લોકોને મળશે ગૂડ ન્યુઝ, જાણો અંક જ્યોતિષ
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
Blue Drum Murder Case: મુસ્કાનની દીકરીનો ખર્ચ ઉઠાવશે ફૈઝાન અંસારી, કોર્ટમાં કરી અરજી
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: રાજયમાં 25.5 કરોડથી વધુના ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ, આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ
રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
રિલાયન્સની રિફાઇનરીમાં માર્કો રૂબિયોનું ભવ્ય સ્વાગત, મુકેશ અંબાણી સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
Embed widget