500 કિમીથી વધુની હશે રેન્જ, ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો કિંમત ને ફિચર્સ
Tata Sierra EV: Tata Sierraને જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી. હવે કંપની Tata Sierra EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ચાલો જાણીએ EVની ડિઝાઇન અને ફિચર્સ વિશે.

Tata Sierra EV Launching: ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે અને આ સેગમેન્ટમાં ટાટા મોટર્સની સૌથી મજબૂત પકડ છે. નાણાકીય વર્ષ 2025 માં ભારતમાં વેચાયેલી કુલ ઇલેક્ટ્રિક કારમાંથી 50% થી વધુ માત્ર ટાટાની કાર છે. હવે ટાટા મોટર્સ આ હોલ્ડને વધુ વધારવા માટે તેની મોસ્ટ-અવેઇટેડ ઇલેક્ટ્રિક SUV Tata Sierra EV લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
Tata Sierra EVની સાથે તેનું પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથેનું ICE વર્ઝન પણ માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર, Tata Sierra EV સિંગલ ફુલ ચાર્જ પર 500 કિલોમીટરથી વધુની રેન્જ આપવામાં સક્ષમ હશે.
ડિઝાઇન અને એક્સટિરિયર ફિચર્સ
ટાટા સિએરાને જાન્યુઆરી 2025માં ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો દરમિયાન સૌપ્રથમવાર શોકેસ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારને વર્ષ 2025ના બીજા ભાગમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તેની ડિઝાઈનની વાત કરીએ તો તે એકદમ આધુનિક અને પ્રીમિયમ હશે. આ SUVમાં બ્લેક ફિનિશ રૂફલાઇન, પેનોરેમિક સનરૂફ, રેપરાઉન્ડ ગ્લાસ ઇફેક્ટ અને ફ્લોટિંગ રૂફ જેવા આકર્ષક તત્વો સામેલ હશે. પાછળના ભાગમાં, ક્લેમશેલ-સ્ટાઇલ ટેલગેટ તેને એક અલગ દેખાવ આપે છે, જે તેને બજારમાં ઉપલબ્ધ અન્ય SUV કરતાં વિશેષ બનાવે છે.
500 કિમીથી વધુની રેન્જ આપવાનો દાવો કરે છે
Tata Sierraની પાવરટ્રેન વિશે વાત કરીએ તો તેમાં બે એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે - એક 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન અને બીજું 2.0-લિટર ડીઝલ એન્જિન. તેનું ઇલેક્ટ્રિક વર્ઝન બે બેટરી પેક વિકલ્પો સાથે આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Tata Sierra EV એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી 500 કિલોમીટરથી વધુની રેન્જ આપી શકશે. આ ખાસ કરીને એવા ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે જેઓ લાંબી ડ્રાઇવ અને વધુ રેન્જની અપેક્ષા રાખે છે. જો કે હજુ સુધી કંપનીએ તેની લોન્ચ ડેટ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
કઈ ગાડીઓ ટકરાશે?
Tata Sierra ભારતીય બજારમાં પહેલેથી જ હાજર અને ખૂબ જ લોકપ્રિય મિડ-સાઇઝ SUV - હ્યુન્ડાઇ ક્રેટા 2024, કિયા સેલ્ટોસ, હોન્ડા એલિવેટ અને મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા સાથે સીધી સ્પર્ધા કરશે. આ તમામ SUV તેમના સંબંધિત સેગમેન્ટમાં મજબૂત બ્રાન્ડ મૂલ્ય, પ્રીમિયમ સુવિધાઓ અને વિશ્વસનીય એન્જિન માટે જાણીતી છે.

