Rolls Royce એ લોન્ચ કરી 12.25 કરોડ રૂપિયાની આ કાર, જાણો આટલી મોંઘી કારમાં શું છે ખાસ
Rolls Royce: બ્લેક બેઝ ઘોસ્ટ 6.75-લિટર V12 એન્જિન દ્વારા સંચાલિત હશે જે 600 PS પાવર અને 900 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જે સ્ટાન્ડર્ડ કાર કરતાં લગભગ 29hp અને 50Nm વધુ છે
Rolls Royce: બ્રિટિશ લક્ઝરી ઓટોમેકર Rolls-Royce એ સત્તાવાર રીતે તેની બ્લેક બેઝ ઘોસ્ટ લક્ઝરી કાર ભારતમાં લોન્ચ કરી છે. રોલ્સ રોયસ બ્લેક બેઝ ઘોસ્ટની કિંમત 12.25 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતમાં વૈકલ્પિક એસેસરીઝ અને સાધનો પણ સામેલ છે. જો કે, કસ્ટમાઇઝેશન કરાવવા પર ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓ અનુસાર કિંમત બદલાશે. કંપની ગ્રાહકોને માત્ર કિંમતો વિશે માહિતી આપશે.
કેવા છે ફીચર્સ
રોલ્સ-રોયસના નિવેદન અનુસાર, બ્લેક બેઝ ઘોસ્ટ 6.75-લિટર V12 એન્જિન દ્વારા સંચાલિત હશે જે 600 PS પાવર અને 900 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જે સ્ટાન્ડર્ડ કાર કરતાં લગભગ 29hp અને 50Nm વધુ છે. એન્જિનને બેસ્પોક ટ્રાન્સમિશન મળશે. આ સાથે થ્રોટલ ટ્રીટમેન્ટ પણ મળશે. કારમાં ZF 8-સ્પીડ ગિયરબોક્સ હશે.
કારના ડ્રાઇવિંગને સુધારવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે. તેને નવો 'લો' ડ્રાઇવિંગ મોડ પણ મળે છે. કારની ટોપ સ્પીડ 250km/h છે. તે 4.6 સેકન્ડમાં 0 થી 100km/hની ઝડપ હાંસલ કરી શકે છે. રોલ્સ રોયસ બ્લેક બેઝ ઘોસ્ટને સિગ્નેચર હાઇ-ગ્લોસી બ્લેક પિયાનો ફિનિશ આપવામાં આવ્યું છે.
સુપર-લક્ઝરી કારને બ્લેક ક્રોમ ફિનિશ્ડ સ્પિરિટ ઓફ એક્સટસી અને પેન્થિઓન ગ્રિલ મળે છે. બ્લેક બેઝ ઘોસ્ટને 21-ઇંચના એલોય વ્હીલ્સ મળે છે. રોલ્સ-રોયસે કારમાં મોટા એર સ્પ્રિંગ્સ લગાવ્યા છે, જે બોડી રોલને ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. કારને ઓલ-વ્હીલ ડ્રાઇવ પણ મળે છે.
મુકેશ અંબાણીએ ચાલુ વર્ષે ખરીદી છે આ કાર
દેશના ટોચના ઉદ્યોગપતિ પૈકીના એક મુકેશ અંબાણીએ આ વર્ષે 13.14 કરોડ રૂપિયાની લક્ઝરી રોલ્સ રોયસ કાર ખરીદી છે. રોલ્સ રોયસના કુલીનન મોડલવાળી આ પેટ્રોલ કાર દેશમાં ખરીદેલ સૌથી મોંઘા વાહનોમાંની એક છે. મુકેશ અંબાણીની આ કારનો VIP નંબર પણ લેવામાં આવ્યો હતો.
આ કારને સૌપ્રથમ વર્ષ 2018માં Rolls-Royce દ્વારા માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી હતી, તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થાય છે, પરંતુ ગ્રાહકની માંગ પ્રમાણે કારમાં ફેરફાર કરવામાં આવે છે, જેના કારણે તેની કિંમતમાં વધારો થાય છે.