હવે આવી રહી છે Royal Enfield Classic 650 બાઇક, કિંમતથી લઇ ડિલીવરી સુધીની ડિટેલ્સ જાણો અહીં...
Royal Enfield Classic 650: Royal Enfield Classic 650 થોડા અઠવાડિયા પહેલા Motoverse Event 2024માં રજૂ કરવામાં આવી હતી
Royal Enfield Classic 650: રૉયલ એનફિલ્ડ બાઇકનો સમગ્ર વિશ્વમાં ક્રેઝ છે. આ બાઈક યુવાનો માટે ગૌરવની રાઈડ ગણાય છે. કંપની એક પછી એક નવી બાઈક લૉન્ચ કરતી રહે છે. રૉયલ એનફિલ્ડની સૌથી લોકપ્રિય બાઇક રૉયલ એનફિલ્ડ ક્લાસિક છે, ત્યારબાદ હવે કંપની ક્લાસિક 650 રજૂ કરવા જઈ રહી છે. આ બાઇકની કિંમતો પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે.
શું હોઇ શકે છે બાઇકની કિંમત ?
Royal Enfield Classic 650 થોડા અઠવાડિયા પહેલા Motoverse Event 2024માં રજૂ કરવામાં આવી હતી. આ બાઈકની ઝલક જોવા મળતાની સાથે જ લોકોમાં તેના વિશે જબરદસ્ત પ્રતિક્રિયા આવી હતી. કિંમત વિશે વાત કરીએ તો આ આગામી બાઇકની સંભવિત કિંમત 3.6 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) હોઈ શકે છે. તમને આ બાઈકમાં અલગ-અલગ કલર જોવા મળશે, ત્યાર બાદ આ બાઇકની કિંમત કલર પ્રમાણે બદલાઈ શકે છે.
માહિતી અનુસાર, રૉયલ એનફિલ્ડ ક્લાસિક 650 સુપર મેટિયૉર 650 અને શૉટગન 650 વચ્ચે સ્થાન લઈ શકે છે. શૉટગનની કિંમતની વાત કરીએ તો તેના ટોપ વેરિઅન્ટની કિંમત પણ લગભગ 3.6 લાખ રૂપિયા છે. આ સિવાય સુપર મેટિયૉર 650ની શરૂઆતી કિંમત 3.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ બાઇકની ડિલિવરી આવતા મહિને જાન્યુઆરીના અંત સુધીમાં શરૂ થવાની આશા છે.
Royal Enfield Classic ની ડિઝાઇન અને ફિચર્સ
ક્લાસિક 650 તેના શાનદાર રેટ્રો લૂક અને એડવાન્સ ફિચર્સ માટે ઘણું પસંદ કરવામાં આવશે. જ્યારે આ બાઇકને Motoverseમાં રજૂ કરવામાં આવી હતી, ત્યારે લોકોએ તેની ક્લાસિક ડિઝાઇન અને ઉત્તમ ફિનિશની પ્રશંસા કરી હતી. ક્લાસિક બાઇક 650cc ટ્વીન એન્જિન પ્લેટફોર્મ પર આધારિત હશે. આ બાઇક ખાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે જેઓ તેમની બાઇકમાં થોડું આધુનિક મિશ્રણ સાથે રેટ્રો લૂક મેળવવા માગે છે.
આ પણ વાંચો