Tata Harrier EV: ભારતના રસ્તાને ઘ્યાનમાં રાખી બનાવાય છે Tata Harrier EV, જાણો કિંમત અને ફીચર્સ
Tata Harrier EV: ટાટા હેરિયર કંપનીની સૌથી પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV છે. આ વાહન પાંચ વેરિઅન્ટ અને બે બેટરી વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે. ચાલો જાણીએ ટાટા હેરિયર EV ની વિશેષતાઓ વિશે...

Tata Harrier EV Features:Tata Harrier EV Features: ટાટા મોટર્સે 2025 માં ભારતમાં સત્તાવાર રીતે ટાટા હેરિયર EV લોન્ચ કરી છે. આ SUV ટાટાની સૌથી પ્રીમિયમ ઓલ-ઇલેક્ટ્રિક ઓફર છે, જે EV માર્કેટમાં Hyundai Ioniq 5, Mahindra XUV 9e અને BYD Atto 3 જેવા વાહનો સાથે સ્પર્ધા કરે છે.
ડિઝાઇન કેવી છે?
ડિઝાઇન વિશે વાત કરીએ તો, Harrier EV ફ્યુચરિસ્ટિક લૂક Harrier DNA જાળવી રાખે છે. તેમાં નવી EV સ્ટાઇલ ફ્રન્ટ ગ્રિલ, 'EV' બેજિંગ, 19-ઇંચ એરો એલોય વ્હીલ્સ અને ટેલગેટ પર 'Harrier.EV' લેટરિંગ છે. ઉપરાંત, સ્ટીલ્થ એડિશન રજૂ કરવામાં આવ્યું છે, જેમાં અંદર અને બહાર બ્લેક-આઉટ ડિઝાઇન એલિમેન્ટ છે. આ SUV SUV માં Empowered Oxide, Nainital Nocturne, Pristine White અને र Pure Grey જેવા ચાર રંગોમાં આવે છે. તેના પરિમાણો સ્ટાન્ડર્ડ હેરિયર કરતા 2 મીમી લાંબા અને 22 મીમી ઊંચા છે.
વેરિઅન્ટ અને કિંમત
ટાટા હેરિયર EV પાંચ વેરિઅન્ટ અને બે બેટરી વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. તેની કિંમતો રૂ. 21.49 લાખ થી રૂ. 27.49 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. વેરિઅન્ટ મુજબ કિંમતો નીચે મુજબ છે - એડવેન્ચર 65 (65kWh) 21.49 લાખ, એડવેન્ચર S 65 21.99 લાખ, ફિયરલેસ+ 65 23.99 લાખ, ફિયરલેસ+ 75 24.99 લાખ અને એમ્પાવર્ડ 75 27.49 લાખ. ટોપ વેરિઅન્ટ એમ્પાવર્ડ AWD ની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ સાથે, એસી ફાસ્ટ ચાર્જર અને ઇન્સ્ટોલેશન ચાર્જ અલગથી લેવામાં આવશે.
ઇન્ટીરિયર અને ફીચર્સ
ઇન્ટીરિયર અને ફીચર્સની વાત કરીએ તો હેરિયર EV માં 14.53-ઇંચ સેમસંગ QLED ટચસ્ક્રીન, 10.25-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 502 લિટરથી 999 લિટર સુધી એક્સપાન્ડેબલ બૂટ સ્પેસ મળે છે. તેમાં 360° કેમેરા, બિલ્ટ-ઇન ડેશકેમ, બ્લાઇન્ડ સ્પોટ મોનિટર, વેન્ટિલેટેડ અને પાવર્ડ ફ્રન્ટ સીટ્સ, બોસ મોડ, JBL 10-સ્પીકર સિસ્ટમ ((Dolby Atmosની સાથે), પેનોરેમિક સનરૂફ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ટાટા TiDAL કનેક્ટેડ સિસ્ટમ જેવી સુવિધાઓ શામેલ છે. ડ્રાઇવ પે ફીચર પણ આપવામાં આવ્યું છે, જે મોબાઇલ વગર FASTag પેમેન્ટ શક્ય બનાવે છે.
બેટરી અને પર્ફોર્મન્સ
બેટરી અને પર્ફોર્મન્સની વાત કરીએ તો, હેરિયર EV બે બેટરી વિકલ્પો સાથે આવે છે - 65kWh RWD (238hp) જે લગભગ 500KM MIDC રેન્જ આપે છે અને 75kWh AWD (313hp, 504Nm ટોર્ક) જે 627KM MIDC રેન્જ આપે છે. રિયલ વર્લ્ડમાં તેની રેન્જ રેન્જ 440–470KM અને 480–505KM ની વચ્ચે છે. બૂસ્ટ મોડમાં, આ SUV ફક્ત 6.3 સેકન્ડમાં 0 થી 100km/h ની ઝડપ પકડી શકે છે. 7.2kW AC ચાર્જર સાથે, SUV 10.7 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે, જ્યારે 120kW DC ફાસ્ટ ચાર્જર સાથે, બેટરી 25 મિનિટમાં 20% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે.
સેફ્ટી ફિચર્સ
સેફ અને ડ્રાઇવિંગ ટેકેમાં હેરિયર EV લેવલ 2 ADAS તકનીક સાથે આવે છે, જે ભારતીય રસ્તાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં 6 થી 7 એરબેગ્સ, ઓટોનોમસ પાર્ક આસિસ્ટ, ડ્રિફ્ટ મોડ, સમન મોડ, ઓફ-રોડ આસિસ્ટ, ટ્રાન્સપરન્ટ મોડ અને 540° કેમેરા વ્યૂ જેવી અદ્યતન સુવિધાઓ છે.





















