શોધખોળ કરો
ટાટા મોટર્સ આપી રહ્યું છે Year End ડિસ્કાઉન્ટ, જાણો કઈ કાર પર મળશે છૂટ
ટાટા મોટર્સ નવા ખરીદદારોને આકર્ષિત કરવા માટ વર્ષના અંતમાં યર એન્ડ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ટાટા મોટર્સ યર એન્ડ ડિસ્કાઉન્ટ પર ખાસ BS6 કાર ઉપર 65,000 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે.

નવી દિલ્હી: ટાટા મોટર્સ નવા ખરીદદારોને આકર્ષિત કરવા માટ વર્ષના અંતમાં યર એન્ડ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ટાટા મોટર્સ યર એન્ડ ડિસ્કાઉન્ટ પર ખાસ BS6 કાર ઉપર 65,000 રૂપિયા સુધીની છૂટ આપી રહ્યું છે. જેમાં ટિયાગો, નેક્સૉન અને હૈરિયર ફ્લૈગશિપ એસયૂવી સામેલ છે. ટાટા મોટર્સ પોતાની આ કારો પર યર એન્ડ ડિસ્કાઉન્ટ 1 ડિસેમ્બર 2020થી લાગુ કર્યું છે, જે ડિસેમ્બર 2020 સુધી માન્ય છે. Tata Harrier પર ભારે ડિસ્કાઉન્ટ જો તમે વર્ષ પૂર્ણ થતા પહેલા ટાટા હૈરિયર ફ્લૈગશિપ SUV લેવા માંગો છો તો સૌથી શ્રેષ્ઠ સમય છે. કંપની તરફથી તમને તેના ઉપર 65 હજારની છૂટ મળી શકે છે. જેમાં 25,000 ની કન્ઝ્ૂમર સ્કીમ અને 40,000 એક્સચેન્જ ઓફર સામેલ છે. આ ડિસ્કાઉન્ટ ઓફર SUV ના CAMO અને ડાર્ક એડિશન (XZ + અને XZA + મોડલ)પર માન્ય નથી. પરંતુ સ્પેશ્યલ એડિશન ખરીદવા ઈચ્છતા ગ્રાહતો માત્ર 40,000ની છૂટનો લાભ મેળવી શકે છે. Tata Nexon ની SUV પર પણ મળી રહી છે છૂટ Tata Nexon સબકૉમ્પેક્ટ એસયૂવી પણ આ મહિનાથી ટાટાના યર એન્ડ ડિસ્કાઉન્ટનો ભાગ છે. જેમાં માત્ર ડિઝલ પર 15,000 એક્સચેન્જ ઓફર સામેલ છે. જ્યારે નેક્સોન પેટ્રોલ એન્જિન પર કોઈ ડિસ્કાઉન્ટ નથી. ટિગોર સેડાન પર 30 હજાર સુધી ડિસ્કાઉન્ટ ટાટા મોટર્સ યર એન્ડ ડિસ્કાઉન્ટમાં ટાટાની ટિયાગો હેચબૈક પર 25 હજાર સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેમાં કન્ઝયૂમર સ્કીમ મુજબ 15 હજાર અને એક્સચેન્જ ઓફર પર 10 હજારની છૂટ મળી રહી છે. આ સિવાય ટિગોર સેડાનને વધારે 30 હજારના ડિસાકાઉન્ટ સાથે લિસ્ટ કરવામાં આવી છે. જેમાં કન્ઝયૂમર સ્કીમ મુજબ 15 હજાર અને એક્સચેન્જ ઓફરમાં 15 હજાર સામેલ છે.
વધુ વાંચો





















