શોધખોળ કરો

ભારતના રસ્તા પર જોવા મળી Tesla, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયું ઇલેક્ટ્રિક કારનું ટેસ્ટિંગ

Tesla Model Y On Mumbai-Pune Expressway: એલોન મસ્કની કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય ઓટો માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. આ કારનું ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું છે. આવો કારના ફિચર્સ અને રેન્જ વિશે જાણીએ.

Tesla In India: ટેસ્લા કારની ભારતમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે એવું માની શકાય છે કે ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં જોવા મળી શકે છે. તાજેતરમાં, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર Tesla Model Y  નું પરીક્ષણ જોવા મળ્યું હતું. આના પરથી કહી શકાય કે એલોન મસ્ક હવે ભારતના રસ્તાઓ પર ટેસ્લા કાર લોન્ચ કરવા માટે તૈયાર છે.

મુંબઈના રસ્તાઓ પર ટેસ્લા
ટેસ્લા મોડેલ વાયનું ફેસલિફ્ટ વર્ઝન મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર જોવા મળ્યું. આ કારને જ્યુનિપર કોડનેમ આપવામાં આવ્યું છે. ટેસ્લાની આ કાર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાના બજારોમાં શામેલ છે. વીડિયોમાં દેખાતી કાર ભારત મુજબ ઘણા અપડેટ્સ સાથે લાવવામાં આવી છે.

ટેસ્લાની કારનો દેખાવ
ટેસ્લાની કારમાં C-આકારની ટેલલાઇટ્સ છે. આ કારમાં લાંબી કવર્ડ રુફલાઈન અને મલ્ટિપલ ટ્વીન સ્પોક એલોય વ્હીલ્સ પણ છે. આ કારમાં ટેસ્લાની સિગ્નેચર ગ્લાસ રૂફ પણ આપવામાં આવી છે. આ ટેસ્લા કાર ભારતમાં છ રંગ વિકલ્પો સાથે આવી શકે છે. તે પર્લ વ્હાઇટ, સ્ટીલ્થ ગ્રે, ડીપ બ્લુ મેટાલિક, અલ્ટ્રા રેડ, ક્વિક સિલ્વર અને ડાયમંડ બ્લેક રંગોમાં ઉપલબ્ધ છે.

ટેસ્લાની કારની સિંગલ ચાર્જ રેન્જ
ટેસ્લાની આ ઇલેક્ટ્રિક કાર લાંબી રેન્જની બેટરી સાથે આવવાની છે, જેથી આ કારને લાંબા અંતર સુધી સરળતાથી ચલાવી શકાય. ટેસ્લાની આ ઇલેક્ટ્રિક કાર એક જ ચાર્જિંગમાં 526 કિલોમીટરની રેન્જ આપી શકે છે. આ ઇલેક્ટ્રિક SUV 4.6 સેકન્ડમાં 0 થી 96 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડ 200 કિમી પ્રતિ કલાક છે.

ટેસ્લાની પહેલી કાર ક્યારે લોન્ચ થશે?
આ ટેસ્લા કાર 15.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. આ કારમાં પાછળના મુસાફરો માટે 8 ઇંચની સ્ક્રીન પણ છે. આ ટેસ્લા EVમાં વેન્ટિલેટેડ સીટ્સ, ADAS ફીચર અને વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. ટેસ્લાએ હજુ સુધી જાહેરાત કરી નથી કે બ્રાન્ડની પહેલી કાર ભારતમાં ક્યારે લોન્ચ થશે, પરંતુ ટેસ્લા દ્વારા ભારતમાં લોન્ચ થનારી પહેલી કાર મોડેલ Y હોઈ શકે છે.

આ શહેરમાં પહેલો શો રુમ ખોલશે Elon Musk

યુએસ ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાએ મુંબઈમાં તેનો પહેલો શોરૂમ ખોલવા માટે લીઝ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. કાગળો દર્શાવે છે કે કંપનીએ 16 ફેબ્રુઆરી, 2025 થી પાંચ વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે, અને 4,003 ચોરસ ફૂટ (372 ચોરસ મીટર) જગ્યા માટે પ્રથમ વર્ષમાં ભાડામાં લગભગ 446,000 ડોલર (આશરે રૂ. 38,872,030 રુપિયા) ચૂકવશે, જે લગભગ બાસ્કેટબોલ કોર્ટ જેટલું કદ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget