શોધખોળ કરો
Advertisement
આ વર્ષના અંત સુધીમાં ભારતમાં આ કારને કરવામાં આવશે લોન્ચ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
હજુ વર્ષ સમાપ્ત થવામાં થોડો સમય છે. આ વર્ષે અન્ય કેટલીક કાર લોન્ચ થવાની છે.
નવી દિલ્હી: વર્ષ 2020 હવે સમાપ્ત થવા આવ્યું છે. આ વર્ષ મોટર વાહન ઉદ્યોગ માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું. છેલ્લા કેટલાક મહિનાઓ અને તહેવાર દરમિયાન જોવા મળ્યું કે ઓટો સેક્ટર રિકવરી તરફ આગળ વધી રહ્યું છે. આ વર્ષે ઘણા મહત્વના લોન્ચ પણ જોવા મળ્યા. જેમાં Hyundai i20, Mercedes-Benz EQC Electric SUV, Audi Q2 અને Kia Sonetના નામ સામેલ છે. હજુ વર્ષ સમાપ્ત થવામાં થોડો સમય છે. આ વર્ષે અન્ય કેટલીક કાર લોન્ચ થવાની છે.
નિસાન મૈગ્નાઈટ
નવી મેગ્નાઈટને ચાર મુખ્ય ટ્રિમ્સ XE, XL, XV અને XV પ્રીમિયમમાં રજૂ કરવામાં આવશે, જેને એન્જિન અને ટ્રાંસમિશન વૈકલ્પિક ટ્રિમ્સના આધાર પર 20 અલગ-અલગ ગ્રેડમાં ડિવાઈડ કરવામાં આવી છે. SUV બે પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે આવશે. એક 1.0 લીટર એસ્પિરેટેડ મોટર અને એક 1.0 લીટર ટર્બો પેટ્રોલ યૂનિટ. બંને એન્જિન માટે 5- સ્પીડ મેન્યૂલ ગિયરબોક્સ દ્વારા નિરયંત્રણ કરવામાં આવશે.
ઓડી S5 સ્પોર્ટબૈક
ઓડી ઈન્ડિયા ગત મહિના એસ 5 સ્પોર્ટબૈકની લોન્ચની જાહેરાત કરી હતી. નવી ઓડી ક્યૂ 2ના લોન્ચ પર એક ટીઝર દેખાડ્યું હતું જેમાં નવેમ્બર 2020 ના લોન્ચની પુષ્ટી કરવામાં આવી છે. પરંતુ હાલ એવું લાગી રહ્યું છે કે લોન્ચને ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. કંપનીએ હાલમાં જ પોતાની ભારતની વેબસાઈટ પર કારને એડ કરી છે. જણાવાયું છે કે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નવી ઓડી એસ 5 સ્પોર્ટબૈક વર્ષ 2020 માટે ભારતમાં ઈંગોલસ્ટેડ સ્થિત કાર નિર્માતાની છઠ્ઠી અને અંતિમ લોન્ચ હશે.
મર્સિડીઝ-બેંઝ એ-ક્લાસ લિમોસિન
મર્સિડીઝ-બેંઝ એ-ક્લાસ લિમોસિન અથવા સેડાન સંભવત: 2020 માટે લક્ઝરી કારમાંથી એક છે. તેને 2020 ઓટો એક્સપો દેખાડવામાં આવી હતી. મર્સિડીઝ બેંઝ તેને એપ્રિલમાં લોન્ચ કરવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે લોન્ચ કરવામાં મોડી થયું છે.
ટાટા અલ્ટ્રોઝ ટર્બો
ટાટા મોટર્સ ટૂંક સમયમાં પોતાની પ્રીમિયમ હૈચ બેક કાર અલ્ટ્રોઝને ટર્બો પેટ્રોલ મોડલમાં ઉતારી શકે છે. જાણકારી અનુસાર, કંપની વર્ષ 2021માં અલ્ટ્રોઝ ટર્બો પેટ્રોલ મોડલ લોન્ચ કરી શકે છે. ભારતમાં આ કારની કિંમત 8 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ટાટ ટિગોર ઈવી ફેસલિફ્ટ
ટાટા મોટર્સ કંપની ટૂંક સમયમાં ટાટા ટિગોર ઈવી ફેસલિફ્ટને લોન્ચ કરવાની છે. આ કારમાં 21.5 kWh ની બેટરી આપવામાં આવી શકે છે. જેની મદદથી આ કાર 40bhp નો પાવર અને 105Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારને 2021 માં લોન્ચ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement