શોધખોળ કરો
તેલંગાણાના દિગ્ગજ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું મોત, કોરોનાથી થયા હતા સંક્રમિત
નૈની નરસિમ્હા રેડ્ડી તેલંગાણાના 2014થી 2018 સુધી ગૃહમંત્રી રહી ચુક્યા છે. તેઓ તેલંગાણાના પ્રથમ ગૃહ મંત્રી હતા.
![તેલંગાણાના દિગ્ગજ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું મોત, કોરોનાથી થયા હતા સંક્રમિત Former Telangana Minister Naini Narshimha Reddy passed away check details તેલંગાણાના દિગ્ગજ નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું મોત, કોરોનાથી થયા હતા સંક્રમિત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/22133539/narsimha.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ તેલંગાણાના પૂર્વ ગૃહ મંત્રી અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના નેતા નૈની નરસિમ્હા રેડ્ડીનું બુધવારે મોડી રાતે અવસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોના સામેનો જંગ જીતીને ઠીક થઈને ઘરે આવ્યા બાદ કેટલીક બીમારીની સારવાર ચાલતી હતી. બુધવારે તેમને ન્યૂમોનિયાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નૈની નરસિમ્હા રેડ્ડી તેલંગાણાના 2014થી 2018 સુધી ગૃહમંત્રી રહી ચુક્યા છે. તેઓ તેલંગાણાના પ્રથમ ગૃહ મંત્રી હતા. નૈની નરસિમ્હાએ વાઇએસઆર કેબિનેટમાં ટેકનોલોજી શિક્ષણ મંત્રી હતા. કેસીઆરની રાજનીતિમાં નૈની નરસિમ્હાનું મોટુ યોગદાન છે. તેઓ તેલંગાણાના રાજ્યપાલ નામિત વિધાન પરિષદના સભ્ય હતા. હૈદરાબાદના લોકપ્રિય નેતાઓ પૈકી એકમાં તેમની ગણના થતી હતી.
નૈની નરસિમ્હાનો જન્મ 12 જુલાઈ 1944ના રોજ તેલંગાણાના દેવરકોંડા વિસ્તારમાં થયો હતો. જયપ્રકાશ નારાયણથી પ્રભાવિત થઈને તેઓ 1969માં તેલંગાણા આંદોલનમાં સામેલ થયા હતા. તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત જનતા પાર્ટીથી કરી હતી. 1970માં હૈદરાબાદમાં ટ્રેડ યૂનિયન લીડર તરીકે પોતાની ઓળખ બનાવી હતી.
વિશ્વમાં પ્રથમ વખત 24 કલાકમાં આવ્યા 4.36 લાખ કોરોના કેસ, મોતનો આંકડો પણ વધ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)