CNG Kit: કારમાં CNG કિટ લગાવતી વખતે રહો સાવધાન, આ 4 જરૂરી વાતો રાખજો ધ્યાનમાં નહીંતર...
Car CNG Kit: તમામ સીએનજી કિટ જેન્યુઈન નથી હોતી. કારમાં હંમેશા સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલી કિટ જ લગાવો.
Car CNG Kit & Cylinder: એક કારના માલિક તરીકે પેટ્રોલની કિંમતો તમને સતત પરેશાન કરતી હશે.. આવી સ્થિતિમાં જો તમે તમારી પેટ્રોલ કારને CNG કારમાં બદલવાનું વિચાર્યું છે તો આજે અમે તમને કારમાં CNG કિટ લગાવવા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ તમે કારમાં CNG કિટ લગાવો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે તેમની અવગણના કરશો તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
CNG કિટ્સ અસલી છે: તમામ CNG કિટ્સ અસલી હોતી નથી. કારમાં હંમેશા એ જ કિટ લગાવો જેને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હોય. કારમાં CNG કિટ લગાવતા પહેલા તેની સત્યતા ચોક્કસ જાણી લો. ઘણી વખત સીએનજી કિટ ઈન્સ્ટોલ કરતાં ફીટર્સ વધુ પૈસા કમાવવા માટે,ગ્રાહકને મંજૂરી મળ્યા વગરની કિટ ઇન્સ્ટોલ કરાવે છે. તેનાથી બચવું જોઈએ.
અધિકૃત ડીલર પાસે કિટ ઈન્સ્ટોલ કરાવો: જ્યારે પણ તમે કારમાં સીએનજી કિટ ઈન્સ્ટોલ કરો તેના માટે અધિકૃત ડીલર પસંદ કરો. અનધિકૃત ફિટર દ્વારા કારમાં ક્યારેય સીએનજી કિટ લગાવશો નહીં. સરકાર દ્વારા કેટલાક અધિકૃત ફીટર્સ છે, જેઓ CNG કિટ લગાવે છે. તમારે હંમેશા તેની પાસેથી કારમાં કિટ લગાવવી જોઈએ.
CNG કિટ કંપેટિબિલિટીઃ કારમાં CNG કિટ લગાવતા પહેલા, તમારે એ જાણવું જરૂરી છે કે તમારી કાર CNG કિટ માટે સુસંગત છે કે નહીં. સીએનજી કિટ સાથે કારનું એન્જિન બરાબર કામ કરેશે કે નહીં તે અન્જિન પર નિર્ભર હોય છે. જો કારનું એન્જિન કંપેટેબલ નથી તો તમારા માટે કિટ લગાવવી ભારે પડી શકે છે.
એન્જિન વોરંટીઃ જ્યારે તમે પેટ્રોલ કારમાં કંપનીના શોરૂમની બહારથી CNG કિટ લગાવો છો, ત્યારે કાર કંપની દ્વારા આપવામાં આવેલી એન્જિન વોરંટી સમાપ્ત થઈ જાય છે. તે પછી કંપની તમને એન્જિનની વોરંટી આપતી નથી. તેથી જ્યારે પણ તમે CNG કિટ લગાવો ત્યારે આને પણ ધ્યાનમાં રાખો.