શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
તમારી પાસે 500 અને 1000ની નોટ છે તો આટલું કરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070944/1-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/9
![દેશમાં 2 લાખથી વધારે એટીએમ અને 1.5 લાખ પોસ્ટ ઓફિસ: આરબીઆઇ અનુસાર, દેશમાં હાલના સમયે 2 લાખથી વધારે એટીએમ છે. આશરે 1.4 લાખ બેન્ક બ્રાંચ છે. તેમાં બેન્ક, ક્ષેત્રિય ગ્રામીણ બેન અને કોઓપરેટિવ બેન્કની બ્રાંચિસનો સમાવેશ થાય છે. એ જ રીતે, 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે. નોટ બદલવા માટે કોઇ પણ બેન્ક બ્રાંચ કે પોસ્ટ ઓફિસમાં જઇ શકાય છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09071001/9-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દેશમાં 2 લાખથી વધારે એટીએમ અને 1.5 લાખ પોસ્ટ ઓફિસ: આરબીઆઇ અનુસાર, દેશમાં હાલના સમયે 2 લાખથી વધારે એટીએમ છે. આશરે 1.4 લાખ બેન્ક બ્રાંચ છે. તેમાં બેન્ક, ક્ષેત્રિય ગ્રામીણ બેન અને કોઓપરેટિવ બેન્કની બ્રાંચિસનો સમાવેશ થાય છે. એ જ રીતે, 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે. નોટ બદલવા માટે કોઇ પણ બેન્ક બ્રાંચ કે પોસ્ટ ઓફિસમાં જઇ શકાય છે.
2/9
![10 ડિસેમ્બરથી આવશે નવી નોટ્સ: સરકારે એ પણ જાહેર કર્યું છે કે 500 અને 2000ની નોટ્સ 10 નવેમ્બરથી લાવવાની તૈયારી છે. તેથી જૂની નોટ્સ દૂર થયા પછી નવી નોટ્સ બજારમ મળશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09071000/8-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10 ડિસેમ્બરથી આવશે નવી નોટ્સ: સરકારે એ પણ જાહેર કર્યું છે કે 500 અને 2000ની નોટ્સ 10 નવેમ્બરથી લાવવાની તૈયારી છે. તેથી જૂની નોટ્સ દૂર થયા પછી નવી નોટ્સ બજારમ મળશે.
3/9
![વધુને વધુ ખરીદી કાર્ડથી કરો: આ ઉપરાંત કોઇ પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે તમે વધુને વધુ ખરીદી કાર્ડ મારફત કરો અથવા તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો. જેથી તમારી પાસે 500 અને 1000 સિવાયની જે નોટ્સ હોય તે કોઇ વધુ જરૂરી સમયે કામ આવી શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070956/7-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વધુને વધુ ખરીદી કાર્ડથી કરો: આ ઉપરાંત કોઇ પરેશાનીથી બચવા માટે જરૂરી છે કે તમે વધુને વધુ ખરીદી કાર્ડ મારફત કરો અથવા તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરો. જેથી તમારી પાસે 500 અને 1000 સિવાયની જે નોટ્સ હોય તે કોઇ વધુ જરૂરી સમયે કામ આવી શકશે.
4/9
![કયા આઇડી પ્રુફ બતાવશો?: 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, બેન્ક આઇડી. પોસ્ટ ઓફિસ આઇડીનો ઉપયોગ કરી શકશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070954/6-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કયા આઇડી પ્રુફ બતાવશો?: 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, બેન્ક આઇડી. પોસ્ટ ઓફિસ આઇડીનો ઉપયોગ કરી શકશો.
5/9
![10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શકાશે. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070952/5-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શકાશે. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.
6/9
![આરબીઆઇમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારું ઓળખપત્ર (આઇડી પ્રુફ) રજૂ કરવાનું રહેશે. તે પછી જ તમારી નોટ્સ જમા થઇ શકશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070951/4-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આરબીઆઇમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારું ઓળખપત્ર (આઇડી પ્રુફ) રજૂ કરવાનું રહેશે. તે પછી જ તમારી નોટ્સ જમા થઇ શકશે.
7/9
![જો તમે 30 ડિસેમ્બર 2016 સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ, 2017 સુધી આરબીઆઇની બ્રાંચમાં જમા કરી શકશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070949/3-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો તમે 30 ડિસેમ્બર 2016 સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ, 2017 સુધી આરબીઆઇની બ્રાંચમાં જમા કરી શકશો.
8/9
![વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની 500 અને 1000ની નોટ બદલી શકશો.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070946/2-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની 500 અને 1000ની નોટ બદલી શકશો.
9/9
![અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે જેમની પાસે 500 અને 1000ની નોટ્સ હોય તેમણે શું કરવું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/11/09070944/1-dos-donts-for-500-and-1000-rupees-notes-after-ban.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અનેક પ્રકારના સસ્પેન્સ વચ્ચે દેશને નામ સંબોધન કર્યું હતું. આ સંબોધન કરવાની શરૂઆત કરી ત્યારે જ તમામ લોકોને પહેલાથી જ એવું લાગી રહ્યું હતું કે, કોઇ મોટી જાહેરાત કરવામાં આવનાર છે અને ધારણા પ્રમાણે જ નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટની લેવડદેવડ અડધી રાતથી એટલે કે તાત્કાલિક ધોરણથી બંધ કરવામાં આવી રહી છે. હવે મોટો સવાલ એ છે કે જેમની પાસે 500 અને 1000ની નોટ્સ હોય તેમણે શું કરવું?
Published at : 09 Nov 2016 07:09 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)